મુંબઇ
પોતાના સુરીલા અવાજથી લાખો દિલો પર રાજ કરનારી નેહા કક્કર આજકાલ તેના લગ્નના કારણે ચર્ચામાં છે. નેહા કક્કરે સોશ્યલ મીડિયા પર ગાયક રોહનપ્રીત સિંહ સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી છે. તે પોતાના અને રોહનપ્રીતનાં ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આ સાથે જ બંનેના લગ્નની તારીખ પણ સામે આવી છે.
નેહા અને રોહનપ્રીતની એક ફેન ક્લબએ તેમના લગ્ન કાર્ડની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વેડિંગ કાર્ડમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નેહા અને રોહન 26 ઓક્ટોબરના રોજ પંજાબમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.
જો કે આ લગ્ન કાર્ડ અંગે નેહા અને રોહનપ્રીત તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ ફેન ક્લબ દ્વારા નેહા કક્કરના લગ્નનું કાર્ડ શેર કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યુ છે. અહેવાલો અનુસાર, નેહા 'રાઇઝિંગ સ્ટાર' સિંગિંગ રિયાલિટી શોમાં પ્રથમ રનર અપ રોહનપ્રીત સિંહને ડેટ કરી રહી છે અને બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું છે. નેહા અને રોહન પ્રીતના લગ્ન સમારંભો ખૂબ જ ખાનગી રહેશે, જેમાં પરિવારના સભ્યો, પસંદગીના સંબંધીઓ અને બંને બાજુના ખાસ મિત્રોનો સમાવેશ થાય છે.
બંનેની પહેલી મુલાકાત નેહા કક્કરના ગીત આજા ચાલ વ્યાહ કરવેનના સેટ પર થઈ હતી. તમને જણાવી દઈએ કે રોહનપ્રીત એક પંજાબી સિંગર છે જે ઘણા રિયાલિટી શોમાં દેખાઈ ચૂક્યો છે. વર્ષ 2017 માં, તેણે તેનું પહેલું ગીત 'બેંગ ગેંગ' રજૂ કર્યું. જે બાદ તેણે પંજાબી અને બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા છે.