સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,600ને પાર

મુંબઈ-

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેર બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે વાગ્યે સેન્સેક્સ 124.90 પોઈન્ટના વધારા સાથે 56,083.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી 45.80 પોઈન્ટના ઉછાળા સાથે 16,670.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 124.90 પોઈન્ટના વધારા સાથે 56,083.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45.80 પોઈન્ટના ઉછાળા સાથે 16,670.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આજે દિવસભર રોકાણકારોની નજર કેનરા બેન્ક, ફોર્ટિસ હેલ્થ, સીડીએસએલ, તત્વ ચિંતન ફાર્મા, વેબ્કો ઈન્ડિયા, વિપ્રો, ગોકલદાસ એક્સપોર્ટ્સ, એનએમડીસી, સ્ટિલ શેર્સ, એલ એન્ડ ટી, મેક્રોટેક દેવ જેવા શેર્સ પર રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution