દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વન-ઑફ ટેસ્ટના બીજા દિવસે ભારતની દીકરીઓએ ઈતિહાસ રચ્યો :90 વર્ષમાં પહેલીવાર 606 રનનો વર્લ્ડ રેકોર્ડ


ચેન્નાઈ:  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે એટલે કે 29 જૂને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વન-ઑફ ટેસ્ટના બીજા દિવસે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. મહિલા ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1934માં થઈ હતી. 90 વર્ષમાં આ પહેલીવાર છે. જ્યારે કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો હોય ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 28 જુલાઈથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં એક જ ટેસ્ટ રમાશે.ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટ્સમેનોએ આનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 115.1 ઓવર રમીને 6 વિકેટે 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે સાઉથ આફ્રિકા સામે 9 વિકેટે 575 રન બનાવીને પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી અને યુવા અને વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ ભારતીય મહિલા ટીમનો આ ઈતિહાસ રચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 197 બોલનો સામનો કરીને 205 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 23 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાનાએ પણ 27 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 149 રન બનાવ્યા હતા. રિચા ઘોષે પણ 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર (69) અને જેમિમાહ રોડ્રિગ્સ (55)ના બેટમાંથી પણ શાનદાર અડધી સદી જોવા મળી હતી.

 બોક્સ મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 5 સૌથી મોટો સ્કોર

• ભારત- 603/6 વિ દક્ષિણ આફ્રિકા

• ઓસ્ટ્રેલિયા- 575/9 વિ દક્ષિણ આફ્રિકા

• ઓસ્ટ્રેલિયા- 569/6 વિ ઇંગ્લેન્ડ

• ઓસ્ટ્રેલિયા- 525 વિ ભારત

• ન્યુઝીલેન્ડ- 517/8 વિ ઈંગ્લેન્ડ


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution