દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવને શ્રદ્ધાંજલિ આપી હતી, અને કામના કરી હતી કે તેમના વિચારો દરેકને સમાજની સેવા કરવા અને એક ઉત્તમ વિશ્વની ખાતરી માટે પ્રેરણા આપતા રહે છે. આખો રાષ્ટ્ર સોમવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ એક ટ્વિટમાં ગુરુ નાનક દેવને યાદ કર્યા હતા.
પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, 'હું ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વને તેમના ચરણોમાં નમન કરું છું અને કામના કરુ છું કે તેમના વિચારો સમાજની સેવા કરવામાં અને તેને વધુ સારી દુનિયા બનાવવા માટે પ્રેરણારૂપ રહે.'