નડિયાદ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. કોંગ્રેસ અને ભાજ દ્વારા છેલ્લે સુધી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું ન હોવાથી ભારે રહસ્ય સર્જાયું હતું. ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે બંને પક્ષો દ્વારા મેન્ડેટ અપાતાં આખરે આજે છેલ્લાં દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી કલેક્ટર કચેરી ઉપર ઉમેદવારોનો ભારે ધસારો જાેવાં મળ્યો હતો. આજ સવારથી જ મોટાભાગના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા પોતાના ટેકેદારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટ્યાં હતાં.
નગરપાલિકા અને તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમટી પડતાં ઠેર-ઠેર કોરોના ગાઇડલાઇન્સના ધજાગરાં ઉડ્યાં હતાં. હવે લોકોશાહીના આ ઉત્સવનું પ્રથમ ચરણ આજે સમાપ્ત થયું છે. હવે આગામી દિવસોમાં ફોર્મ પરત ખેંચવાની અને ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.