ગાંધીનદર-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતની નવી ટૂરિઝમ પોલિસી જાહેર કરી છે. ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ કરવા માટે વિવિધ ક્ષેત્રમાં 15થી 20 ટકા સબસિડીની જાહેરાત કરી છે. તો સાથે જ નવી પોલિસીમાં વર્લ્ડ ક્લાસ ટુરિઝમ પર ભાર મૂકાયો છે. આમ, ગુજરાત નવી પ્રવાસન નીતિ ર૦ર૧-રપની જાહેરાત કરી છે. જોકે, તેમણે ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય. લીકર મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, નવી પ્રવાસન પોલિસીમાં લીકરને ઢીલ આપવામાં નહીં આવે. વિદેશી પ્રવાસીઓને એરપોર્ટથી જ લીકર મળી રહે છે એટલે એવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી.