કોરોનાકાળમાં શ્રાવણના પ્રથમ દિવસે CM યોગીએ ગોરખપુરના મંદિરમાં કંઈક આ રીતે મહાદેવની કરી પૂજા!

આજથી શ્રાવણના પવિત્ર મહિનાની શરુઆત થઈ છે. આજે પહેલા સોમવાર છે. આ પ્રસંગે દેશના શિવ મંદિરોમાં ભક્ત ભગવાન મહાદેવની પૂજા કરી રહ્યા છે. કોરોનાના ચેપના કારણે મંદિરોમાં પૂજા- અર્ચના માટે ખાસ વિધિ વિધાન નક્કિ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ભગવાન શિવની પૂજા કરી. મુખ્યમંત્રી યોગી ગોરખપુર સ્થિત માનસરોવર મંદિર પહોંચ્યા હતા અને ભોળાનાથનો દુગ્ધાભિષેક કર્યો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથે માસ્ક પહેરેલુ હતુ.

શ્રાવણના પહેલા સોમવારે દેશ ભરના મંદિરોમાં ભક્ત પહોંચી રહ્યા છે. જો કે કોરોનાના કારણે મંદિરોમાં કેટલાય પગલા ભરવામાં આવ્યા છે. જોકે ભક્તોને ગર્ભ ગૃહમાં જવાની પરવાનગી અપાઈ નથી.

શ્રાવણના પહેલા સોમવારના પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરની અંદર આવવા માટે ખાત વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરમાં આવનારી મહિલાઓ માસ્ક પહેરેલી નજરે પડી હતી. ગાજિયાબાદના દુધેશ્વરનાથ મંદિરમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ શ્રાવણના પહેલા સોમવારે ધૂન કરવામાં આવી હતી. ભગવાન શિવનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં કોરોનના ચેપની અસર જોવા મળી છે. શ્રદ્ધાળુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ભગવાનની પૂજા કરી રહ્યા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution