અમદાવાદ-
આજે ભીમ અગિયારસનું પાવનકારી પર્વ છે. આજની ભીમ અગિયારસ વર્ષમાં એક જ વખત આવતી હોવાને કારણે તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ જોવામાં આવી રહ્યું છે. આ સાથે ભીમ અગિયારસના દિવસે વાવણીને પણ ખૂબ જ શુભ અને સાંકેતિક આદિ-અનાદિ કાળથી માનવામાં આવી રહી છે. જિલ્લાના ખેડૂતો ભીમ અગિયારસના દિવસે વાવણીની શુકનવંતા પ્રારંભ કરતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન પરંપરાઓ મુજબ, આજે ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્ય કરવાથી ખૂબ સારા કૃષિ ઉત્પાદનો જગતના તાતને મળી શકે તેવા શુભ મુહૂર્તમાં ભીમ અગિયારસના પાવનકારી સમયમાં જગતના તાત વાવણી કાર્યમાં જોતરાયેલો જોવા મળી રહ્યો છે. આજે 21 જૂનના રોજ ભીમ અગિયારસ નો પાવન પર્વ છે. આખા વર્ષમાં એક વખત આવતી ભીમ અગિયારસનું ધાર્મિક મહત્વ જોવા મળે જ છે. પરંતુ આદિ-અનાદિ કાળથી આજે ભીમ અગિયારસના દિવસે જગતનો પાક ચોમાસુ પાકોને વાવણીની શરૂઆત કરતા હોય છે.આજે ભીમ અગિયારસના દિવસે કરેલી વાવણી ધાન્ય અને ધનનો ભંડાર ભરનારી ઉત્તમ વાવણી માનવામાં આવે છે. જેને લઈને આજે જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રોએ ભીમ અગિયારસને શુકનવંતી વાવણીની શરૂઆત કરી છે.