મુંબઇ
દિવંગત સુશાંત સિંહ રાજપૂતના 35મા જન્મદિવસ પર તેની બહેન શ્વાત સિંહ કીર્તિએ સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં શ્વેતાએ કહ્યું હતું કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સુશાંતના નામ પર 35 હજાર ડૉલર (અંદાજે 25.5 લાખ રૂપિયા)ની સ્કોલરશિપ આપવામાં આવશે. શ્વેતાના મતે, આ તેના ભાઈનું સપનું હતું અને તે હવે પૂરું થવા જઈ રહ્યું છે.
શ્વેતાએ પોતાની પોસ્ટમાં સુશાંતની એક જૂની પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મને આ વાત જાહેર કરતાં ઘણો જ આનંદ થઈ રહ્યો છે કે ભાઈના 35મા જન્મદિવસ પર તેનું એક સપનું પૂરું કરવાનું નક્કી કર્યું. UC (યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા) બર્કલેએ 25 હજાર ડોલરનું સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ફંડ રાખ્યું છે. જે કોઈ પણ UC, બર્કલેથી એસ્ટ્રોફિઝિક્સમાં અભ્યાસ કરવા માગે છે, તે આ ફંડ માટે અપ્લાય કરી શકે છે. ઈશ્વરનો આભાર. જન્મદિવસની શુભેચ્છા મારા નાના ભાઈ. આશા છે કે તું જ્યાં પણ હોઈશ, હંમેશાં ખુશ રહીશ. લવ યુ.'
સુશાંતે જૂની પોસ્ટમાં શું લખ્યું હતું?
5 એપ્રિલ, 2019ના રોજ સુશાંત સિંહ રાજપૂતે આ પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તે એક એવું વાતાવરણ બનાવવાનું સપનું જોવા ઈચ્છે છે, જ્યાં ભારતના બાળકો દેશણાં તથા ક્યાંય પણ મફત, સારું તથા પ્રાસંગિક શિક્ષણ મળી શકે. આ સાથે જ તે પોતાની પસંદનું કૌશલ્ય સુધારવા માટેની રીત મફતમાં મળી શકે.
શ્વેતાએ અન્ય એક પોસ્ટમાં સુશાંતની તસવીરો કોલાજ શૅર કરી હતી. આ તસવીરોમાં શ્વેતા પોતાની દીકરી તથા અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે જોવા મળે છે. શ્વેતાએ કેપ્શનમાં કહ્યું હતું, 'લવ યુ ભાઈ. તું મારો હિસ્સો છે અને હંમેશાં રહીશ.' ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ મુંબઈ સ્થિત પોતાના ભાડાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.