મુંબઈ
કરીના કપૂરે મધર્સ ડે પર તૈમુરની સાથે પોતાના નાના દીકરાની તસવીર શૅર કરી છે. આ પહેલાં કરીનાએ મધર્સ ડે ના રોજ પહેલી જ વાર નાના દીકરાની તસવીર શૅર કરી હતી. કરીના કપૂર ખાને પણ આ દિવસ પોતાના બે બાળકો સાથે ખૂબ જ ખાસ બનાવ્યો છે.
કરીનાએ પોતાના આ બંને દીકરાને પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા કહ્યાં છે. કરીનાએ બંને દીકરાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આજે આશા પર દુનિયા કાયમ છે. આ બંને મારામાં આશા જન્માવે છે. હેપ્પી મધર્સ ડે તમામ સુંદર તથા સ્ટ્રોંગ માતાઓને. કરીનાએ દીકરાની નામકરણ વિધિ કરી નાખી છે. જોકે, હજી સુધી દીકરાનું નામ બહાર પાડ્યું નથી. કરીના કપૂરે રવિવારે ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. ચાહકોએ કરીનાના બાળકના નામ અંગે અટકળો લગાવી હતી. માનવામાં આવે છે કે કરીના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે.