નવીદિલ્હી:શેરબજારમાં ગત ૪ જૂને શેરબજારમાં ભારે ઘટાડા અને ૩૦ લાખ કરોડ રૂપિયાના નુકસાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ શેરબજારમાં ભારે ઘટાડા અને ૩૦ લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. વકીલ વિશાલ તિવારીએ ૭ જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બજાર નિયામક સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) અને કેન્દ્ર સરકારને ૪ જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે તપાસ અહેવાલ દાખલ કરવાની માગણી કરી હતી.અરજદારે આ અરજીને અદાણી-હિંડનબર્ગ કેસ સાથે જાેડી છે. વિશાલ તિવારીએ અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીના તપાસ અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે સામાન્ય નાગરિકોને તે જાણવાનો અધિકાર છે. આ અરજીમાં કોર્ટને અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર તેની તપાસ અહેવાલ દાખલ કરવા અને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા નિર્દેશોને અમલમાં મૂક્યા છે કે, કેમ તે અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા સેબીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.જાેકે કોર્ટે માર્કેટ રેગ્યુલેટરને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો