14 જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ચીનમાં કોરોના તપાસ માટે જશે

જિનિવા-

કોરોના વાયરસની ઉત્પતિ માટે ચીન આખરે તૈયાર થઈ ગયું છે. ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને પોતાના ત્યાં આવવા અને તપાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. હવે 14 જાન્યુઆરી એટલે કે ગુરુવારે WHO ની ટીમ ચીનની મુલાકાત લેશે. અને કોરોના સાથે જાેડાયેલ જરૂરી આંકડાઓ અને પુરાવાઓ એકત્ર કરશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ વિઝાનો ઈશ્યુ ઉઠાવીને ચીને ટીમને આવવા માટે મનાઈ ફરમાવી દીધી હતી.

સોમવારે ચીને જણાવ્યું કે, WHO ના એક્સપર્ટની એક ટીમ ગુરુવારે કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની તપાસ માટે આવવાની છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે એક ઘોષણામાં કહ્યું કે, WHO ના એક્સપર્ટ ચીની સમકક્ષો સાથે બેઠક કરશે, પણ જાે કે આ બેઠકની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે WHO ની ટીમ વુહાનની મુલાકાત કરશે કે નહીં. ચીને તેને લઈને હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી. વાયરસની વુહાનમાં ઉત્પતિને લઈને ઉઠેલાં અઢળક સવાલો ઉઠ્યા હતા. જાે કે બેઈજિંગે આ મામલે એક્સપર્ટની ટીમને તપાસ માટે મંજૂરી આપવામાં વિલંબ લગાવી દીધો હતો. અને હજુ પણ ચીન દ્વારા WHO ટીમની વુહાન મુલાકાતને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

WHO ની એક્સપર્ટ ટીમની ચીન યાત્રા માટે લાંબા સમયથી વાટાઘાટો કરી રહ્યા છે. WHO પ્રમુખ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રયેસિસએ ગત અઠવાડિયે વિલંબ પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ટીમના સભ્યો પોતાના દેશોખી પ્રસ્થાન કરી રહ્યા છે અને ઉૐર્ં તેમજ ચીની સરકાર વચ્ચે એક વ્યવસ્થાના ભાગરૂપે પોતાની યાત્રા શરૂ કરી ચૂક્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution