અમદાવાદ-
કોંગ્રેસમાં ગુજરાતના પ્રભારીથી માંડીને પ્રદેશ પ્રમુખ વિપક્ષી નેતા જેવા હોદેદારોની નિયુક્તિ વ્હેલી તકે કરવાની માંગ જોર પકડવા લાગી છે. કોંગ્રેસ હાઈકમાંડ કોઈ અંતિમ ફેસલો લેતી નથી ત્યારે હવે રૂબરૂ રજુઆત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી માટે ફરી વખત સચીન પાયલોટ તથા અશોક ચવાણનાં નામો ચર્ચામાં છે. અગાઉ અવિનાશ પાંડેનું નામ ફાઈનલ ગણાતુ હતું. બીજી તરફ ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પ્રદેશ હોદેદારોના નામો વહેલી તકે જાહેર કરવા નેતાગીરીને રજુઆત કરી રહ્યા છે. પરંતુ જયાં સુધી પ્રભારીનું નામ ફાઈનલ નહી થાય ત્યાં સુધી પ્રદેશ હોદેદારો નહિં નીમવાનો સંકેત આપી દેવાયો છે. રાષ્ટ્રીય નેતાગીરી હાલ પંજાબ, રાજસ્થાન, તથા મહારાષ્ટ્ર કોંગ્રેસનાં આંતરીક વિવાદ ઉકેલવામાં વ્યસ્ત છે અને ત્યારપછી જ ગુજરાત વિશે નિર્ણય કરશે.