મુંબઇ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે એક યૂ-ટ્યૂબર પર રૂપિયા 500 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અક્ષય કુમારે આ યૂ-ટ્યૂબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કારણકે તેણે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને ખોટો વિડીયો ચલાવવાની સાથે-સાથે અક્ષય કુમાર પર રિયા ચક્રવર્તીને ઈન્ડિયાથી કેનેડા ભગાડવાના ખોટા ન્યૂઝ ફેલાવ્યા હતા.
આ યૂ-ટ્યૂબર ઘણાં સેલેબ્સ વિરુદ્ધ ડિજિટલ મીડિયા પર ખોટા ન્યૂઝ ફેલાવતો હતો. તેણે પોતાના વિડીયોમાં ઘણી જગ્યાએ અક્ષય કુમારના નામનો ઉલ્લેખ કર્યો છે. સિદ્દિકીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અક્ષય, સુશાંતથી ખુશ નહોતો કારણકે તેને 'એમ.એસ.ધોની' જેવી મોટી ફિલ્મ મળી હતી. તેણે પોતાના રિપોર્ટમાં એ પ્રકારે આરોપ પણ લગાવ્યો હતો કે અક્ષય કુમારે આદિત્ય ઠાકરે અને મુંબઈ પોલીસની સાથે સિક્રેટ મીટિંગ રાખી હતી.
યૂ-ટ્યૂબર સિદ્દિકીએ અક્ષય કુમારનું નામ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીની સાથે પણ જોડ્યું અને આરોપ લગાવ્યો કે તેણે એક્ટ્રેસને કેનેડા ભગાડવામાં મદદ કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે યૂ-ટ્યૂબર સિદ્દિકીએ ગત 4 મહિના દરમિયાન આ પ્રકારના સમાચાર દ્વારા આશરે રૂપિયા 15 લાખની કમાણી કરી છે. આ દરમિયાન તેના સબ્સક્રાઈબર્સની સંખ્યા 2 લાખથી વધીને 3 લાખ કરતા વધુ જણાવવામાં આવી રહી છે.