વાપી-
હાલમાં અમદાવાદની આયેશાએ પિતાને કોલ કરીને પોતાની આપઘાતનો વીડિયો શૂટ કરીને સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જન્માવી હતી. આવી જ એક ઘટનામાં ગુરુવારે બપોરે સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને કોલ કર્યો હતો. જાેકે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીએ આપઘાત પૂર્વે લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી છે.
દાનહના મુખ્યાલય સેલ્વાસના પ્રભાત સ્કૂલની બાજુમાં આવેલ વાજીરભાઈની ચાલમાં રહેતી ૧૯ વર્ષની કવિતા રમેશભાઇ યાદવે બપોરે સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી હતી. કવિતાના પિતા અને કાકા નોકરીએ ગયા હતા. જ્યારે તેમની માતા વતન ઉત્તરપ્રદેશમાં કેટલાક દિવસથી ગઇ હતી. બપોરના સુમારે કવિતા પોતાના ઘરમાં એકલી જ હતી. પડોશમાં રહેતી ૭ વર્ષની બાળકીએ જ્યારે ઘરનો દરવાજાે ખોલી જાેયું ત્યારે કવિતા લટકેલી હાલતમાં મળી હતી. બાળકીએ મમ્મીને જાણ કરી હતી ઘરનો દરવાજાે ખુલ્લો હતો. નાયલોન દુપટ્ટા વડે પંખા પર ગળે ફાંસો લગાવ્યો હતો. કવિતા પેરામૅડિકલની સ્ટુડન્ટ હતી. બે દિવસ પહેલા યુવતીને પેટમાં ભારે દુખાવાના કારણે સેલવાસ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બુધવારે બપોરે અંદાજે ૨-૪૮ કલાકે કવિતાએ પિતા રમેશને કોલ કર્યો હતો. પિતાએ કોલ શા માટે કર્યો એનું કારણ પુછાતા એને કઈ જણાવ્યું ન હતું. બસ એમજ કોલ કર્યો હોય કહી ફોન કટ કર્યો હતો. જાેકે, થોડા સમય પછી જ પિતાને પોતાની પુત્રીના આપઘાતના સમાચાર મળતાં જ તેમના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય એવા આધાતમાં સરી ગયા હતા. બનાવ અંગે સેલવાસ પોલીસને જાણ કરાતા આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ પીપરીયા ચોકીના પીએસઆઇ શશી સીંગ કરી રહ્યા છે.