દેશના મુખ્ય શેરબજાર nse એ ફ્રોડના મામલાઓને લઈને રોકાણકારોને ફરીથી એલર્ટ કર્યા


જલ્દી પૈસા કમાવાના ચક્કરમાં ઘણા લોકો શેરબજાર તરફ વળે છે અને છેતરપીંડી કરનારાઓનો શિકાર બની જાય છે. દ્ગજીઈ એ આવા જ કિસ્સાઓ વિશે લોકોને એલર્ટ કર્યા છે. શેરબજારની રેકોર્ડ રેલીના કારણે મોટી સંખ્યામાં રોકાણકારો બજાર તરફ વળી રહ્યા છે. આ સાથે જ શેરબજાર સાથે જાેડાયેલ ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. શેરબજાર સાથે જાેડાયેલા અનેક પ્રકારના ફ્રોડના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે દ્ગજીઈ ઇન્ડિયાએ એક આવા જ ફ્રોડ અંગે રોકાણકારોને એલર્ટ કર્યા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ સમય-સમય પર કેપિટલ માર્કેટ ટ્રેડર્સને આવા ફ્રોડ્‌સ વિશે ચેતવણી આપતું રહે છે. દેશના મુખ્ય શેરબજાર દ્ગજીઈ એ ફ્રોડના મામલાઓને લઈને રોકાણકારોને ફરીથી એલર્ટ કર્યા છે. દ્ગજીઈએ આ પહેલા પણ ઘણીવાર ટ્રેડર્સ અને રોકાણકારોને કહ્યું છે કે તેઓ કોઈ અજાણી વ્યક્તિ કે એન્ટિટીની જાળમાં ન ફસાય. આવી સંસ્થાઓ કેટલીક વખત ગેરેન્ટેડ રિટર્નના નામે લોકો સાથે છેતરપીંડી કરે છે. તાજેતરના કિસ્સામાં, રોકાણકારોને બજાર બંધ થયા પછી ડિસ્કાઉન્ટ પર શેર આપવાની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે.દ્ગજીઈએ કહ્યું કે તેને ર્ત્નં ૐછસ્મ્ઇર્ં નામના વોટ્‌સએપ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદો મળી છે. ગ્રૂપમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે કે તેમને માર્કેટ બંધ થયા બાદ ઓછા ભાવે શેર અપાવશે. આ સીટ ટ્રેડિંગ એકાઉન્ટના નામે કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ મળ્યા પછી, દ્ગજીઈએ એક સાવચેતીભર્યું નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વોટ્‌સએપ ગ્રુપ દ્વારા ઘણા રિટેલ રોકાણકારો પાસેથી પૈસા કલેક્ટ કરવામાં આવ્યા છે.

દ્ગજીઈ એ લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે ગ્રુપમાં ન્ટ્ઠડડટ્ઠઙ્ઘિ છજજીં સ્ટ્ઠહટ્ઠખ્તીદ્બીહં ૈંહઙ્ઘૈટ્ઠ નામની એન્ટિટી પોતાને સેબીમાં નોંધાયેલ સ્ટોક બ્રોકર તરીકે બતાવી રહી છે. તે ફોર્જ્‌ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહી છે. એનએસઈએ જણાવ્યું કે સેબીમાં લેઝાર્ડ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયાના નામથી કોઈ બ્રોકર રજિસ્ટર્ડ નથી. લોકોએ તેમનાથી સાવધ રહેવાની જરૂર છે.દ્ગજીઈ એ નિવેદનમાં કહ્યું છે કે રોકાણકારોએ આવી કોઈપણ એન્ટિટી પર વિશ્વાસ ન કરવો જાેઈએ. સ્ટોક એક્સચેન્જે તેમને સલાહ આપી છે કે તેઓ આવી કોઈ સંસ્થા કે વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની ડીલ ન કરે. કોઈપણ એન્ટિટી સાથે લેવડ-દેવડ કરતા પહેલા અને તેને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા, હંમેશા તેની માન્યતા જરૂર તપાસો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution