આણંદ : આણંદ શહેરમાં વૃંદાવન મેદાન સામે આવેલી આર.કે. નગર સોસાયટીમાં ગત રાત્રીએ તસ્કરોએ એક એનઆરઆઈ પરિવારના બંધ મકાનમાં ઘૂસીને તિજાેરી સફાચટ કરી દીધી હતી. બેડરૂમમાં આવેલાં કબાટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકટાર મચી ગઈ છે. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
શિયાળો શરૂ થતાં તસ્કરો સક્રિય થઈ ગયાં છે. આણંદ ટાઉન પોલીસની ઊંઘ ઉડાડવા ગઈ રાત્રે એક એનઆરઆઇના મકાનને ટાર્ગેટ કર્યું હતું. આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ ઉપર વૃંદાવન મેદાન સામે આવેલી આર.કે. નગર સોસાયટીમાં રહેતાં ભૌમિકભાઈ શાહનું મકાન એનઆરઆઈ રાજેશભાઈ બારોટે ભાડે રાખ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી રાજેશભાઈ બારોટ પરિવાર સાથે કેનેડા રહે છે. આણંદમાં તેઓના મકાનમાં તેઓના ભત્રીજા શિવાંશભાઈ પરિવાર સાથે રહે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, શિવાંશભાઈ મકાનને તાળું મારી પરિવાર સાથે અમદાવાદ ગયાં હતાં. દરમિયાન બુધવારની મોડી રાત્રે તસ્કરોએ મકાનના દરવાજા તોડી બેડરૂમમાં મૂકેલો લાકડાનો કબાટ તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, ડોલર, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. ગુરુવારે સવારે મકાન માલિક ભૌમિકભાઈ શાહ અને સોસાયટીમાં રહેતાં લોકોને મકાનના જાળી અને દરવાજાના તાળાં તૂટેલાં જણાતાં ચોરી થઈ હોવાનું લાગ્યું હતું.
આ ઘટના બાબતે ભૌમિકભાઈ શાહે શિવાંશભાઈને ફોન કરી જાણ કરતાં તેઓ અમદાવાદથી પરત આણંદ દોડી આવ્યાં હતાં. આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જાેકે, હાલમાં એનઆરઆઈ પરિવાર વિદેશમાં હોય મકાનમાંથી કેટલી મત્તાની ચોરી થઈ છે તે ચોક્કસ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, રાજેશભાઈ બારોટની દીકરીનાં લગ્ન માટે તેઓ આગામી ફેબ્રુઆરી માસમાં પરત આવવાના છે. એ પહેલાં ચોરીની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. ચોરીની ઘટનાને પોલીસ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. લઈને સોસાયટીમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગે આણંદ ટાઉન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ દ્વારા ઘરફોડ ચોરી કરતાં તસ્કરોને ઝડપં લેવાં તપાસ શરૂ કરી છે.