nri ડિપોઝિટ ૧૩૧ અબજ ડોલરથી વધીને ૧૪૨ અબજ ડોલર થઈ ગઈ


નવીદિલ્હી,તા.૧

ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને ઈકોનોમી ઘણી સોલિડ સ્થિતિમાં છે જેના કારણે એનઆરઆઈ ડિપોઝિટ ભારતમાં ઠલવાય છે. દ્ગઇર્ં એકાઉન્ટમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં તે વર્ષે ૧૫.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યા છે. કોવિડ દરમિયાન દ્ગઇૈં ડિપોઝિટ ૧૩૧ અબજ ડોલરથી વધીને ૧૪૨ અબજ ડોલર થઈ ગઈ. હજુ પણ તેમાં વધારો થવાનો છે.

ભારતીય બેન્કિંગ સિસ્ટમ અત્યારે નાણાથી છલકાય છે અને પુષ્કળ પ્રમાણમાં મૂડી ડિપોઝિટ થઈ રહી છે. તેમાં પણ નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ ભારતની બેન્કોમાં વધુને વધુ નાણા જમા કરાવી રહ્યા છે. આપણે ત્યાં બેન્કોમાં જે ડિપોઝિટ છે તેમાં એકલી દ્ગઇૈં ડિપોઝિટનો હિસ્સો ૬.૨ ટકા જેટલો થાય છે. છેલ્લા એક દાયકામાં ટોટલ બેન્ક એકાઉન્ટમાં ૧૦.૨ ટકાનો વધારો થયો છે જ્યારે દ્ગઇૈં ડિપોઝિટમાં ૭.૨ ટકાનો વધારો નોંધાયો છે.

બેન્ક ઓફ બરોડાના એક્સપર્ટ્‌સ કહે છે કે વ્યાજના દરમાં તફાવત તથા ભારતીય ઈકોનોમીની જે સ્થિરતા છે તેના કારણે દ્ગઇૈં લોકો ભારતમાં આ એકાઉન્ટ ખોલાવે છે અને પોતાની મૂડી સુરક્ષિત રીતે રાખે છે. ભારતીય ઈકોનોમીની મજબૂતી અને સ્થિરતા દ્ગઇૈંને આકર્ષે છે અને તેના કારણે તેઓ વધુને વધુ મૂડી ડિપોઝિટ કરે છે. દ્ગઇૈં ડિપોઝિટમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ બેન્ક અથવા હ્લઝ્રદ્ગઇ ડિપોઝિટ વધારે લોકપ્રિય બની છે.

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દ્ગઇર્ં એકાઉન્ટમાં તીવ્ર વધારો થયો છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તે વર્ષે ૧૫.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યા છે. ઓવરઓલ બેન્ક ડિપોઝિટ કરતા દ્ગઇર્ં એકાઉન્ટમાં વધારે ઝડપથી ગ્રોથ થયો છે. આની પાછળના ઘણા કારણો છે. જેમ કે તેમાં લિક્વિડિટીની સ્થિતિ બહુ સારી છે અને વ્યાજના દરમાં તફાવત છે.

નોન-રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ - દ્ગઇર્ં એકાઉન્ટમાં તમે ડિપોઝિટ કરેલી પ્રિન્સિપાલ એમાઉન્ટ પર જે વ્યાજ મેળવો તેના પર ટેક્સ ભર્યા પછી ટ્રાન્સફર કરી શકો અથવા પોતાના દેશમાં લાવી શકો છે. જેમાં દર નાણાકીય વર્ષ માટે ૧૦ લાખ ડોલરની લિમિટ છે. દ્ગઇર્ં એકાઉન્ટ પર જે વ્યાજની કમાણી થાય તેના પર ૩૦ ટકા ટેક્સ લાગે છે અને તે મૂળસ્થાનેથી એટલે કે સોર્સથી કપાય છે. દ્ગઇર્ં એકાઉન્ટના હિસ્સામાં પણ સતત વધારો થયો છે. ખાસ કરીને કોવિડ પછી દ્ગઇર્ં એકાઉન્ટનો શેર વધ્યો છે. દ્ગઇર્ં એકાઉન્ટમાં તમારી બધી ડોમેસ્ટિક આવક આવી જાય છે. જેમ કે ભાડું, ડિવિડન્ડ અને ભારતમાં પેન્શનમાંથી થયેલી કમાણી. તેથી જ્યારે ડોમેસ્ટિક ઈકોનોમીની સ્થિતિ સારી હોય ત્યારે દ્ગઇર્ં એકાઉન્ટમાં વેગ આવે છે.

ભારત સહિત આખી દુનિયામાં જ્યારે કોવિડ ફેલાયો હતો ત્યારે ગ્લોબલ ઈન્ટરેસ્ટ રેટ નીચા હોવા છતાં દ્ગઇૈં ડિપોઝિટ ૧૩૧ અબજ ડોલરથી વધીને ૧૪૨ અબજ ડોલર થઈ ગઈ હતી. બીજા કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ કરતા બેન્ક ડિપોઝિટમાં ઓછી વોલેટિલિટી હોય છે તેના કારણે તેની વધારે ફેવર કરવામાં આવે છે. વિશ્વભરમાં અનિશ્ચિતતાના કારણે લોકોની બચત વધી હતી અને તેથી ભારતીય બેન્કોમાં વધારે ફંડ ડિપોઝિટ કરવામાં આવ્યું હતું. જાેકે, કોવિડ પછી આખી દુનિયામાં ઈકોનોમિક એક્ટિવિટી ફરી સામાન્ય થઈ ગઈ અને વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ વચ્ચે દ્ગઇૈં ડિપોઝિટમાં થોડો ઘટાડો થયો હતો.

બીજી બાજુ ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ એકાઉન્ટ્‌સ હ્લઝ્રદ્ગઇ, જેમાં પ્રિન્સિપાલ અને વ્યાજની રકમ બંને ફુલ્લી પાછી મેળવી શકાય છે તેમાં વોલેટિલિટી જાેવા મળી છે. હ્લઝ્રદ્ગઇ-બી ડિપોઝિટમાં નાણાકીય વર્ષ ૨૦૨૨ પછી ઝડપથી વધારો થયો છે. તેનું કારણ એ છે કે રેમિટન્સમાં ઘણો વધારો થયો છે. જાેકે, કોવિડ પહેલાના સમયની સાથે તુલના કરવામાં આવે તો હ્લઝ્રદ્ગઇ-મ્ ડિપોઝિટ હજુ પણ ઘણી ઓછી છે.

આ ઉપરાંત દ્ગઇૈં લોકો વિદેશથી રેમિટન્સ દ્વારા દ્ગઇ (ઈ) ઇછ રુપી એકાઉન્ટ ખોલાવી શકે છે જેમાં હાલમાં થોડી અસ્થિરતા, વોલેટિલિટી જાેવા મળી છે. વિદેશમાં જે નફો થાય તેને ભારતમાં ટ્રાન્સફર કરવા માટે નોન રેસિડન્ટ્‌સ દ્વારા તેનો ઉપયોગ થાય છે. ગ્લોબલ માર્કેટમાં ધીમો ગ્રોથ, વધતો જતો ફુગાવો અને બોરોઈંગ કોસ્ટ વધી જવાના કારણે કંપનીઓની નફાકારકતાને અસર થઈ હોય તેવી શક્યતા છે અને આ કારણથી જ તેની ડિપોઝિટનો શેર પણ ઘટ્યો હોય તેવું માનવામાં આવે છે. દ્ગઇૈં ડિપોઝિટ ઘણી બધી રીતે ઉપયોગી છે કારણ કે બેન્કોની કુલ ડિપોઝિટમાં વધારો થાય છે અને તેની સાથે સાથે ફોરેન એક્સ્ચેન્જ પણ મળે છે. વ્યાજના દરમાં કેટલો તફાવત છે અને દેશમાં કેટલું રેમિટન્સ આવે છે તેના પર ફંડના ફ્લોનો આધાર રહેશે. છેલ્લા એક દાયકાના ટ્રેન્ડને ધ્યાનમાં લેવામાં આવે તો દ્ગઇૈં ડિપોઝિટમાં આગામી પાંચ વર્ષ સુધી ૯થી ૧૦ ટકાનો ગ્રોથ રેટ જાેવા મળી શકે છે. રૂપિયાની વેલ્યૂમાં દર વર્ષે બેથી ત્રણ ટકાનો ઘસારો શક્ય છે અને ઓવરઓલ ડિપોઝિટનો ગ્રોથ રેટ ૧૨થી ૧૩ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution