27, એપ્રીલ 2025
વડોદરા |
ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATMનો સુરતમાં પ્રારંભ
600 કિલોના મશીનમાં જડબેસલાક સુરક્ષા

અત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ ATM કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફિચર કેવા છે તેની આગળ વાત કરીએ.

હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીન ની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે. 'ગોલ્ડસિક્કા'ના ચીફ ગવર્નન્સ ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે અમે હૈદ્રાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે. આ મશીનમાં એક ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં. અમે અદાણીના તમામ દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ ઉપર પણ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છે દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે.
મારા પિતાજીનું સપનું પૂરું કર્યું છે- દિપક ચોકસી

ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છે તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે લોકો સરળતાથી ખરીદી શકશે.
હવે દરરોજ 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાશે!
ડિજિટલ ગોલ્ડ એપ બનાવી છે. જેમાં તમે ગમે તેટલી રકમમાં ખરીદી શકશો. રોજ તમે 100નું પણ ગોલ્ડ લઈ શકો છો. એ ગોલ્ડ એટીએમમાં એકગ્રામ સુધી ભેગા થયા બાદ તમે એની જોડે પણ અમારી પાસેથી ખરીદી શકો છો. અને તમારા વોલેટમાં પણ તમે એ સોનુ રાખવા માંગતા હોવ તો એક આખો ડેટા તમારી પાસે રહેશે. ડી ખુશાલદાસ જ્વેલર્સ એપ શરૂ કરવામાં આવી રહી છે. આ એપ થકી જ તમે ખૂબ ઓછામાં ઓછા રૂપિયાથી પણ ખરીદી શકાશે. તમારા બજેટ પ્રમાણે નાનામાં નાની રકમથી પણ તમે ખરીદી કરી શકશો.