હવે રેસ્ક્યુ રોબોટ તળાવ-નદીમાં ડૂબેલી વ્યક્તિ-વસ્તુને મિનિટોમાં શોધી કાઢશે

આણંદ આણંદ જિલ્લામાં એક માત્ર આણંદ ફાયર સ્ટેશનમાં આધુનિક ફાયર ફાયટરો સહિતના સાધનો છે. ત્યારે ફાયર સ્ટેશન વધુ આધુનિક બનાવવા તેમજ ફાયર ફાઇટરો ઝડપથી રેસ્કયુ કરી શકે તેમ ફસાયેલા લોકોને બચાવી શકે તે માટે આધુનિક રેસ્કયુ રોબોટ, અંડર વોટર ડ્રોન , આધુનિક બોટ અને કેમેરા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે. ત્યારે આણંદ ફાયર વિભાગે ગુરૂવારે લોટેશ્વર તળાવમાં આધુનિક સાધનો નિદર્શન કર્યું હતું આણંદ જિલ્લામાં એક માત્ર આણંદ ફાયર સ્ટેશન પાસે સૌથી વધુ સ્ટાફ અને આધુનિક સાધનો છે. જેથી જિલ્લાના કોઇ પણ ગામમાં આગ કે પૂરની જેવી આપતીના સમયે આણંદ ફાયર ફાઇટરને બોલવવામાં આવે છે. ત્યારે કેટલાંક સાધનો કમી હોવાથી ફાયર ફાઇટરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને મહિસાગર નદીમાં દરવર્ષે ચોમાસામાં પૂર આવે છે. ત્યારે નદીના કાંઠાના સીમ વિસ્તારના લોકો ફસાય છે. કેટલાંક લોકો પાણી ડૂબી જવાના બનાવો બને ત્યારે આવા સમયે ઝડપથી રેસ્કયુ થઇ શકે તે માટે અંડર વોટર રેસક્યુ કેમેરા, અંડર વોટર ડ્રોન કે રોબોટની મદદથી તેઓને શોધીને ઝડપથી બહાર કાઢવા માટે આધુનિક બોટ ઉપયોગ કરી શકે તે માટે ચાર સાધનો આણંદ ફાયર ફાઇટર વિભાગને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે.જેનું નિદર્શન આણંદ લોટેશ્વર તળાવ ખાતે આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. ફાયરની ટીમને અદ્યતન સાધનોમાં એક રેસક્યુ રોબોટની ફાળવણી કરવામાં આવી છે. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતો આ રેસક્યુ રોબોટ પાણીની અંદર જઇને બચાવ કામગીરી પણ કરી શકશે. જેથી તાકિદના સમયે રોબોટની પણ હવે રેસક્યુની કામગીરીમાં મદદ મળી રહેશે. તેમજ અન્ડર વોટર બોટ આપવામાં આવે છે. પાણીના તળિયે ૩૦ મીટર ઉંડે પડેલી વસ્તુને શોધી શકે છે આણંદ જિલ્લાના મોટા તળાવો જેવા કનેવાલ સહિત મહિસાગર નદી કે સાબરમતીમાં પૂરના સમયે કોઇ કિંમતી વસ્તુઓ કે ગુનેગારો દ્વારા કોઇ વસ્તુઓ નાંખી દેવામાં આવી હોય છે.તેને શોધવામાં અંડર વોટર કેમેરા મદદ કરશે. આ કેમેરાની મદદથી બહાર બેઠા બેઠા સ્ક્રીન પર નદીમાં કયાં ખાડા વસ્તુ ફસાઇ છે કેટલી ઉંડે છે.ત્યાં સરળતા કેવી રીતે જઇ શકાશે તે મદદરૂપ બનશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution