હવે અપહરણ કરનારાઓના સાચા નામ દર્શાવવામાં આવશે

દિગ્દર્શક અનુભવ સિન્હાની નેટફ્લિક્સ સીરિઝ ‘ૈંઝ્ર ૮૧૪ઃ ્‌રી દ્ભટ્ઠહઙ્ઘટ્ઠરટ્ઠિ ૐૈદ્ઘટ્ઠષ્ઠા’નું ભવિષ્ય કેવું હશે, તે આજે નક્કી થઈ ગયું છે. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આ વેબ સિરીઝને પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ તેણે વિવાદ પણ ઉભો કર્યાે હતો. શો ‘ૈંઝ્ર ૮૧૪’માં, ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર આતંકવાદીઓ સમગ્ર ઘટના દરમિયાન તેમના સાચા નામને બદલે કોડ નામનો ઉપયોગ કરતા જાેવા મળે છે. આ નામો છે- બર્ગર, ચીફ, શંકર અને ભોલા. સોશિયલ મીડિયા પર, લોકોએ ‘ૈંઝ્ર ૮૧૪’ માં હાઇજેકર્સના હિંદુ નામો વિશે વાંધો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે આ આતંકવાદીઓના સાચા નામો છુપાવવાનો પ્રયાસ છે. વેબ સિરીઝના વિવાદ વચ્ચે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે દ્ગીંકઙ્મૈટ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું અને ‘ૈંઝ્ર ૮૧૪’ના કથિત વિવાદાસ્પદ પાસાઓ પર તેમની પાસેથી સ્પષ્ટતા માંગી હતી લેટેસ્ટ માહિતી અનુસાર, નેટફ્લિક્સ ઈન્ડિયાની કન્ટેન્ટ ચીફ મોનિકા શેરગિલ દિલ્હીના શાસ્ત્રી ભવન પહોંચી ગઈ છે. અહીં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ સાથે તેમની મુલાકાત શરૂ થઈ છે. દ્ગીંકઙ્મૈટ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને બોલાવવા અંગે સરકારી સૂત્રોએ કહ્યું કે, ‘કોઈને પણ આ દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું જાેઈએ. કોઈ પણ વસ્તુને ખોટી રીતે રજૂ કરતા પહેલા વિચારવું જાેઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. દ્ગીંકઙ્મૈટની સીરિઝ ‘ૈંઝ્ર ૮૧૪’ને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિરોધ હવે કાનૂની કેસનું સ્વરૂપ લઈ ચૂક્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution