લોકસત્તા ડેસ્ક
વિશ્વમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકો જન્મતાની સાથે જ દૃષ્ટિહીન હોય છે અને એકવાર આ દુનિયામાં આવી ગયા પછી તેમની સામે આવી સ્થિતિમાં જીવન જીવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી હોતો. જો કે, તબીબી ભાષામાં પિતાથી માતામાં અને માતાથી નવજાત શિશુમાં ટ્રાન્સફર થતા બેક્ટેરિયાને કારણે અંધત્વની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ આ મેડિકલ પ્રોબ્લેમનો અંત આવશે કારણ કે, વૈજ્ઞાનિકોએ એવાં આઇડ્રોપ શોધી નાખ્યાં છે જે નવજાત શિશુમાં અંધત્વની સમસ્યાને દૂર કરી શકે છે. નવજાતમાં આંખની રોશની જતી રહેવાનું કારણ નાઇસેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા પર અત્યાર સુધી દવાની કોઈ અસર નહોતી થતી. આ બેક્ટેરિયા ચેપગ્રસ્ત માતા પાસેથી નવજાત સુધી પહોંચે છે અને અંધત્વનું કારણ બને છે.
આઇડ્રોપ બનાવનારી બ્રિટનની કિંગ્સ્ટન યુનિવર્સિટીનો દાવો છે કે, તેનાથી આંખોમાં બેક્ટેરિયાના ચેપને મટાડી શકાય છે. આ દવાથી નવજાત શિશુને આંખમાં બળતરા પણ નથી થતી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નેઇસેરિયા ગોનોરોહિયા નામના બેક્ટેરિયા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન દરમિયાન પિતાથી માતામાં પહોંચે છે અને માતાથી નવજાત શિશુ સુધી પહોંચે છે. આ બેક્ટેરિયાની એન્ટિબાયોટિક્સ દિવસે દિવસે બિનઅસરકારક સાબિત થઈ રહી હતી છે. તેની અસર નવજાતની આંખો પર પડી રહી છે. જો તેના ચેપની સારવાર ન થાય તો નવજાત શિશુની આંખની રોશની કાયમ માટે જઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આઇડ્રોપમાં એન્ટિમાઇક્રોબિયલ એજન્ટ મોનોકાપ્રિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી આનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. રિસર્ચમાં જણાવ્યા મુજબ, એન્ટિમાઇક્રોબાયલ એજન્ટ મોનોકાપ્રિન બેક્ટેરિયા સામે લડવાનો સસ્તો વિકલ્પ છે. તે વિશ્વના કોઈપણ ભાગમાં ઉપલબ્ધ કરી શકાય છે.