હવે ભારતીય અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધશે, મૂડીઝે પણ મારી મહોર


નવીદિલ્હી,તા.૧૬

વિશ્વ બેંકથી લઈને ૈંસ્હ્લ સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું હતું.

મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે મજબૂત લોનની માંગ દ્ગમ્હ્લઝ્ર સેક્ટરની નફાકારકતાને ટેકો આપશે અને સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જાેવા મળશે. એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૬.૬ ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં ૬.૨ ટકાના દરે વૃદ્ધિ પામશે.

મૂડીઝ અનુસાર છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ૮ ટકા રહેવાની ધારણા છે. દ્ગમ્હ્લઝ્રજ વિશે વાત કરતાં અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ માટે ભંડોળનો ખર્ચ વધી રહ્યો છે અને મજબૂત આર્થિક સ્થિતિ દ્ગમ્હ્લઝ્રજને સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જાેકે વ્યાજ દરમાં વધારો થવાથી તેમના ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે. આનાથી દ્ગમ્હ્લઝ્રજમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે જે તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડશે અને ક્ષેત્રને મજબૂત બનાવશે.

અહેવાલમાં જણાવાયું છે કે, દ્ગમ્હ્લઝ્રજ ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો અને વ્યવસાયોની લોનની જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. સૌથી મોટી ૨૦ દ્ગમ્હ્લઝ્રજ પાસે મજબૂત બજાર સ્થિતિ છે અને હોમ લોન અથવા ઓટો લોન અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઇતિહાસ છે. વધુમાં તેમાંના મોટા ભાગની સરકાર અથવા મોટા કોર્પોરેટ જૂથોની માલિકી ધરાવે છે જે એજન્સીના જણાવ્યા અનુસાર તણાવના સમયમાં તેમના ભંડોળને સ્થિરતા પ્રદાન કરશે.

નોંધનિય છે કે, મૂડીઝ રેટિંગ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ હ્લરૂ૨૫ માટે ય્ડ્ઢઁ વૃદ્ધિનો અંદાજ ઇમ્ૈં અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અંદાજ કરતાં ઓછો છે પરંતુ તે ડેલોઈટના અનુમાનની બરાબર છે. નોંધનીય છે કે ઇમ્ૈંએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૭ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક (છડ્ઢમ્) અને ફિચ રેટિંગ્સે પણ ૭ ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે જ્યારે જીશ્ઁ ગ્લોબલ રેટિંગ્સ અને મોર્ગન સ્ટેન્લીએ ૬.૮ ટકાની આગાહી કરી છે. ડેલોઇટ વિશે વાત કરતાં તેણે કહ્યું છે કે અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution