મુંબઈ-
પંજાબ નેશનલ બેંક દ્વારા પણ તમામ પ્રકારની રિટેલ લોન્સ પર પ્રોસેસિંગ ફી અને સર્વિસ ચાર્જ ઝીરો કરી દેવામાં આવ્યા છે. બેંક ઓફ બરોડાએ પણ હાલમાં જ ફેસ્ટિવ સીઝન રિટેલ લોન ઓફર રજૂ કરી હતી. જેમાં તેણે કાર અને હોમ લોન પરના વ્યાજમાં ૦.૨૫ ટકા ઘટાડો કર્યો છે. હાલ બેંક હોમ લોન ૬.૭૫ ટકા અને કાર લોન ૭ ટકાના વ્યાજે આપી રહી છે.ફેસ્ટિવલ સીઝનમાં અનેક મોટી બેંકોએ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરતા હવે તેમાં નામ પણ જાેડાયું છે. નોન-બેન્કિંગ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂટ હોમ લોનના વ્યાજ દર ઘટાડીને ૬.૭ ટકા કરી દીધા છે. જેમનો ક્રેડિટ સ્કોર ૮૦૦થી ઉપર હોય તેમને આ સ્કીમનો લાભ મળશે. દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, આ સ્કીમ ૨૦ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવામાં આવી છે. જેના હેઠળ હોમ લોનના વ્યાજ દર ૬.૭૦ ટકાથી શરુ થાય છે. હોમ લોન સસ્તી કરવાની સાથે દ્વારા પ્રોસેસિંગ ફીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ તેની પ્રોસેસિંગ ફી ૧૦ હજાર રુપિયા હતી, જે હવે ઘટાડીને ૩ હજાર રુપિયા કરવામાં આવી છે. આ સ્કીમ ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જાેકે, સસ્તી હોમ લોનની સ્કીમનો લાભ અરજદારના ક્રેડિટ સ્કોર પર નીર્ભર છે. સામાન્ય રીતે ક્રેડિટ સ્કોર બેંક ટ્રાન્ઝેક્શન્સ, ભૂતકાળમાં લીધેલી લોનની ચૂકવણી, કોઈ ચેક બાઉન્સ ગયો છે કે કેમ જેવી બાબતો પર ર્નિભર કરતો હોય છે. આ ઉપરાંત, ઘણા કિસ્સામાં પગારદાર વર્ગનો ક્રેડિટ સ્કોર ધંધાર્થી કરતા વધારે હોય છે. આ અગાઉ પણ હોમ લોન પરનો વ્યાજ દર ઘટાડીને ૬.૭૦ ટકા કર્યો હતો. કોટક મહિન્દ્રાએ પણ તેમાં ઘટાડો કરીને ૬.૫૦ ટકા કર્યો છે. હોમ લોન પરની પ્રોસેસિંગ ફી પણ ઝીરો કરી દીધી છે. હાલ કોટક મહિન્દ્રા બેંક સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. તેની ઓફર ૮ નવેમ્બર સુધી માન્ય છે. તે નવી લોન ઉપરાંત અરજદાર હાલ બીજી કોઈ બેંકમાં ચાલતી પોતાની લોનને કોટક મહિન્દ્રામાં ટ્રાન્સફર કરાવે તો તેના પર પણ માન્ય છે.