દિલ્હી-઼
ફ્રાંસના વડા પ્રધાન જીન કાસ્ટેક્સે, જાહેરાત કરી હતી કે, માસ્ક પહેરવાની અનિવાર્યતા નાબૂદ કરવામાં આવશે. તેની શરૂઆત થઈ છે. આ સાથે રવિવારથી નાઇટ કર્ફ્યુ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. કોરોના કેસોમાં સતત ઘટાડો થવાને કારણે, આ પગલું લેવામાં આવ્યું છે.
કાસ્ટેક્સ એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, "આપણા દેશની આરોગ્યની સ્થિતિ અપેક્ષા કરતા ઝડપથી સુધરી રહી છે. " વડા પ્રધાને એમ પણ કહ્યું છે કે," જાહેર સ્થળોએ હજી પણ માસ્ક પહેરવા જરૂરી રહેશે. આમાં સાર્વજનિક વાહનો, સ્ટેડિયમ અને અન્ય ભીડવાળી જગ્યાઓ શામેલ છે." તેમણે કહ્યું કે," જો આપણે આવતા અઠવાડિયામાં રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરીશું, તો અમે નવા પગલા લેવામાં મોડું નહીં કરીએ. આપણે સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા છીએ અને અમે સાચા પાટા પર છીએ. આ સિવાય તેમણે સંગઠિત રહેવાની વાત કરી."