મુંબઇ
સોનુ સૂદ મદદ માટે અવ-નવા રસ્તાઓ શોધી કાઢે છે. સોનુ સૂદ પોતાની સંપત્તિ ગીરવે મૂકીને લોકોની મદદ કરી રહ્યો છે. હવે સોનુએ જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે. સોનુએ આ અંગે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. સોનુ જરૂરિયાતમંદ લોકો નાના પાયે શરૂઆત કરી શકે તે માટે ઈ-રિક્ષા મફતમાં આપશે. આ પહેલને સોનુએ 'ખુદ કમાઓ ઘર ચલાઓ' નામ આપ્યું છે.
સોનુએ પોતાના પ્રયાસ અંગે કહ્યું હતું, 'કાલની મોટી છલાંગ માટે આજનું નાનકડું પગલું. એક નાનકડો પ્રયાસ, જેથી લોકો સશક્ત બની કે અને નાનકડો વ્યવસાય શરૂ કરવા માટે મફત ઈ-રિક્ષા આપવાનો પ્રયાસ. 'ખુદ કમાઓ, ઘર ચલાઓ'નો હેતુ ભારતને બનાવવાનો છે.' ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ એ સમાચાર આવ્યા હતા કે સોનુએ 2 દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી છે.
સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. એક ઈન્ટરવ્યૂમાં સોનુએ કહ્યું હતું, 'હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.'