નવી દિલ્હી
કડકડતી ઠંડી વચ્ચે પણ ખેડૂત આંદોલન અટકવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે સ્વરા ભાસ્કર સતત આંદોલનકારી ખેડૂતોના પક્ષમાં બોલી રહી છે. અને હવે તે સિંધુ બોર્ડર પણ પહોચી છે. સ્વરા ભાસ્કરે ખેડૂતો સાથે બેસીને સમર્થન આપ્યું છે. તેણે કહ્યું કે તો તે ખેડૂત છે અને ન તેના પરિવારમાં કોઈ ખેતી કરે છે પણ તેનો સંબંધ રોટી સાથે તો છે.
સ્વરાએ કહ્યું હું અહીં કોઈ મેસેજ આપવા આવી નથી પણ અહીં સીખવા અને ખેડૂતોના સમર્થનમાં આવી છું. હું ખેડૂત પરિવારથી પણ નથી, હું ખેડૂત નથી. પણ ખેડૂતો સાથે સંબંધ છે કેમકે રોટી સાથે મારો સંબંધ છે. મને શરમ આવી રહી છે કે આપણે એવો સમાજ છીએ જ્યાં કડકડતી ઠંડીમાં વૃદ્ધ લોકો સડક પર સૂઈ રહ્યા છે. મને ખ્યાલ નથી કે આ કઈ ક્રાઈસીસ છે. શું આ સમસ્યા ઉકેલી શકાય તેમ નથી.
ખેડૂત આંદોલનના સમર્થનમાં જે લોકો પહોંચી રહ્યા છે તેમને દેશ વિરોધી કહેવામાં આવી રહ્યા છે.સ્વરાને પૂછ્યું કે અહીં આવવા પર તેની પર પણ આ આરોપ લાગી શકે છે તો સ્વરાએ જવાબમાં કહ્યું કે આ આરોપ મારા માથા પર રહેશે. હું ગર્વ સાથે આ આરોપ સ્વીકારીશ. હું દેશની નાગરિક બનવા ઈચ્છું છું. ભલે કોઈ પણ પાર્ટીની સરકાર હોય જ્યારે કોઈ આવો કાયદો આવશે જે દેશના સંવિધાનના વિરુદ્ધણમાં હોય હું તેમાં સાથ આપીશ.
અગાઉ પણ ખેડૂતોના પિત્ઝા ખાવાને લઈને અનેક સવાલો આવ્યા ત્યારે સ્વરા ભાસ્કરે તે લોકોને ટ્વિટરની મદદથી જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ઘઉં ઉગાડનારો ખેડૂત તેનાથી બનેલો પિત્ઝા કેમ ન ખાઈ શકે. જેમના પગ, એડીઓની તિરાડો તેની મહેનતનું પ્રતિક છે. જેનાથી દેશની ધરતી ઉપજાઉ બને છે તે પગના મસાજ કેમ ન કરાવી શકે, કણો છે એ લોકો જે ખેડૂતોને ફક્ત લાચારી, ગરીબી અને મજબૂરીમાં જોવા ઇચ્છે છે.