હવે દાસ ખમણની ચટણીમાં જીવાત નીકળી

અમદાવાદ અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી. દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. પાલડીના શિવાલિક કોમ્પ્લેક્સમાં પણ દાસ ખમણની દુકાન છે. જ્યાં રાજ શાહ નામના ગ્રાહક સવારે ૧૧ વાગ્યાની આસપાસ દુકાને નાસ્તો લેવા ગયો હતો. તેઓએ ખમણ, સેવ ખમણી સહિત વિવિધ વસ્તુઓ લીધી હતી. જેની સાથે ચટણી પણ આપવામાં આવી હતી. તેઓ ઘરે ગયા બાદ નાસ્તો કરવા માટે ચટણી કાઢી અને ખાધી હતી, જ્યારે છેલ્લે થોડી ચટણી બચી ત્યારે તેમણે જાેયું તો ચટણીમાં કોઈ જીવાત હતી. જેને સાઈડમાં કાઢી લીધી હતી. રાજ શાહ નું કહેવું છે સેવ ખમણીની જે ચટણી આપવામાં આવી હતી. તે ચટણીમાં છેલ્લે કાન ખજૂરાના બચ્ચા જેવી જીવાત જાેવા મળી હતી. જેથી અમે તાત્કાલિક તેને સાઈડમાં કાઢી લીધી હતી. નાસ્તો પણ નાખી દીધો હતો. જીવાત નીકળી હોવાનો ફોટો પાડ્યો હતો. જે બાદ દાસ ખમણની દુકાને અમે ફરિયાદ કરવા માટે ગયા હતા. ત્યાંના માલિક સાથે વાત કરી તેઓને જણાવ્યું કે, ચટણીમાંથી જીવાત નીકળી છે. જેથી તેઓએ સ્વીકાર્યું હતું કે ભૂલ થઈ ગઈ હશે અને હવે આવું ફરીથી નહીં થાય.તેઓએ પોતાની દુકાનમાં આ રીતે જીવાત આવી ગઈ હશે અને ભૂલથી થયું હશે તેવું સ્વીકારી માફી માંગી હતી. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, દાસ ખમણની અનેક જગ્યાએ દુકાનો છે. ભૂતકાળમાં પણ દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળવાની અને જે તેલ વાપરવામાં આવે છે તેમાં વધારે માત્રામાં ્‌ઁઝ્ર જાેવા મળી હતી જે અખાદ્ય કહી શકાય. મણીનગરની બ્રાન્ચમાંથી ગ્રાહકે લીધેલી ચટણીમાંથી જીવડું નીકળ્યું હતું. જે બાદ પરિવારને ઉબકા ઉલટી પણ થઈ હતી. તેમાં પણ ચટણીમાંથી જ જીવડું નીકળ્યું અને હવે ફરીથી પાલડી ખાતે આવેલી દુકાનમાંથી લીધેલી ચટણીમાં જીવડુ નીકળતા દાસ ખમણની દુકાનોમાં રસોડામાં કેટલી સફાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ આવી સારી બ્રાન્ડેડ જગ્યાએ પેકિંગ કરવા જતું જ નથી અને ત્યાં કોઈપણ કાર્યવાહી જણાતી નથી માત્ર ગ્રાહકો જ્યારે ફરિયાદ કરે ત્યારે જ કાર્યવાહી કરે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution