ગાંધીનગર-
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના પુત્ર ની રજશ્રી એજન્સી એ રાતોરાત મનરેગા યોજના હેઠળ 300 જેટલા ચેકડેમ કાગળ ઉપર બતાવીને રૂપિયા 16 કરોડ 43 લાખનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાનો દાવો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતના વિપક્ષી કોંગ્રેસ નેતા ભરતસિંહ વાખડા એ કર્યો છે. અને આ મામલે આજે વિજિલન્સ કચેરી ગાંધીનગર ખાતે પૂર્વ એમપી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સમગ્ર કૌભાંડની તપાસ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો. સી.જે.ચાવડા એ સમગ્ર કૌભાંડ અંગે આક્ષેપ કર્યો હતો કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ચેકડેમનું બિલિંગ કૌભાંડ રાજકીય નેતાઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વારંવાર એક જ ગામની અંદર એક જ સાઇડ ઉપર ચેકડેમો બનાવ્યા હોવાનું કૌભાંડ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આક્ષેપ કર્યો હતો કે ગુરુ રાજ્યમંત્રી વારંવાર કોઈ પણ ચમરબંધી ને અમારી સરકાર છોડશે નહીં અને સરકાર ઝીરો ટોલરરન્સ અપનાવવાની વાત કરે છે . ત્યારે દાહોદ જિલ્લામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓએ આચરેલા આ કૌભાંડમાં ગૃહરાજ્ય મંત્રી કેવા પગલાં લેશે તેઓ પ્રશ્ના કર્યો હતો .આ તબક્કે સમગ્ર ઘટના અંગે ધાનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસ નેતા ભરતસિંહ વાખડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્ર બળવંત ભાઈ ખાબડ અને મુકેશ પટેલે આ સમગ્ર કૌભાંડ આચર્યું છે.
એટલું જ નહીં તાજેતરમાં સંપન્ન થયેલા ચોમાસુ ટૂંકા સત્રના અંતિમ દિવસે બચુભાઈ ખાબડ રાતોરાત અધિકારીઓ અને તેમના મળતિયાઓ ને કૌભાંડ માટે કામે લગાડયા નો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભરતસિંહ વાખડા એ આક્ષેપ સાથે દાવો કર્યો હતો કે દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં 330 જેટલા ચેકડેમ બનાવ્યા વિના જ પિતા-પુત્ર અને મળતા અધિકારીઓ દ્વારા બિલ્લુ ચુકવણું કરી દેવામાં આવ્યું છે અને આ કૌભાંડની અંદર બચુભાઈ ખાબડ અને તેમના પુત્ર બળવંત ભાઈ ખાબડના રાજશ્રી ટ્રેડર્સ દ્વારા ધાનપુરની અંદર એક જ ગામમાં 43 જેટલા ચેકડેમ બનાવ્યા હોવાનું ખોટું બિલ મૂકી ને નાણાં ઉસેડી લીધા હોવાનો સીધો આક્ષેપ કર્યો છે.
તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે રાજશ્રી ટ્રેડર્સ ના નામે પિતા અને પુત્ર દ્વારા આ કૌભાંડ ચલાવવા માં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 16.43 કરોડો રૂપિયાના ફોટા બીલો બનાવી ને અધિકારીઓ ની મિલીભગતથી પિતા અને પુત્રની આ જોડીએ કૌભાંડ આચર્યું હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાઓમાં 300 થી પણ વધુ ચેકડેમ બનાવ્યા નો કાગળ ઉપર હિસાબ કરી બિલ મેળવી લીધું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આજે વિજિલન્સ કમિશન સમક્ષ આવેદનપત્ર ની સાથે સાથે કૌભાંડ ના વિડીયો અને અન્ય પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનામાં વિજિલન્સ દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે ભાજપ સરકારના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રએ હજ્ઞભસમજ્ઞૂક્ષ દરમિયાન એલઆરડી દળની મહિલા કોન્સ્ટેબલ સાથે કરેલી ગેરવર્તણૂક નો કિસ્સો હજુ શાંત થયો નથી ત્યાં જ ભાજપ સરકારના અન્ય એક રાજ્ય કક્ષાના મંત્રી અને તેમના પુત્ર નું નામ મનરેગા યોજના ના કૌભાંડમાં ચર્ચાતા અનેક વિધ ચર્ચા ચકડોળે ચઢી છે.