અમદાવાદ-
આજના આધુનિક જમાનામાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. સાયબર ક્રાઈમના ગુના અટકાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સાયબર માફિયાઓ પોલીસ અધિકારી-કર્મચારીઓને નિશાન બનાવતા હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અને વડોદરા પોલીસ કમિશનર બાદ હવે સાયબર માફિયાઓએ સીઆઈડી ક્રાઈમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાયબરક્રોક્સે ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીજીપી ટી.એસ.બિશટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હોવાનું જાણવા મળે છે. હેકર્સ દ્વારા બમણી કમાણી કરવાની લાલચ આપ એક લીંક રીટ્વીટ કરી છે. તેમજ, એક સંદેશ મૂકવામાં આવ્યો હતો કે મારા પ્રશંસકો માટે મારી પાસે કંઈક વિશેષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધુનિક જમાનામાં હવે મોબાઈલ બેંકીંગનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે બીજી તરફ સાયબર ક્રાઈમના ગુના આચરતી ટોળકી પણ સક્રીય થઈ છે. પોલીસ પણ સાયબર ક્રાઈમના ગુના અટકાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે હવે હાઈટેક ગુનેગારો પોલીસ અધિકારી અને સુરક્ષા જવાનોને નિશાન બનાવતા હોવાનું મનાઈ રહ્યું છે.