હવે આવી રહી છે ૧૦૦ બોલ અને ડબલ ૧૦૦ બોલ ચેમ્પિયનશિપ 

ભારતની બીસીસીઆઇ આયોજિત આઈપીએલ ક્રિકેટ ચેમ્પિયનશિપ વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય થઈ છે અને આયોજકો માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ રહી છે. ત્યારે તેના જેવી જ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડ દ્વારા એટલે કે એમસીસી,મેરી લીબોન ક્રિકેટ ક્લબ દ્વારા ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ નામની નવી ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે જે ભારતની આઈપીએલની જેમ વિશ્વભરમાં લોકપ્રિય બનવા માંડી છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી આવશે કે આ ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે ભારતની આઈપીએલની પાંચ ફ્રેન્ચાઇઝી ઇંગ્લેન્ડ ક્રિકેટ ક્લબ સાથે વાટાઘાટ કરી રહી છે. આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન ટીમના માલિક રિલાયન્સના મુકેશ અંબાણી પણ ઇંગ્લેન્ડની હન્ડ્રેડ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે વાતો ચલાવી રહ્યા છે તેના પરથી તેની લોકપ્રિયતાનો અંદાજ આવી શકે છે. એક અહેવાલ તો એવા પણ મળ્યા છે કે મુકેશ અંબાણી દ્વારા એક આખી ફ્રેન્ચાઇઝી ખરીદીને પોતાની અલગ ટીમ હન્ડ્રેડ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ઉતારવા માટે યોજના બનાવાઈ રહી છે.

જાે આ બધી વાતો સફળ થશે તો ભારતના ક્રિકેટ રસિયાઓને આઈપીએલ કરતા પણ વધારે રસપ્રદ અને ઉત્તેજનાપૂર્ણ નવા ફોર્મેટમાં બનેલ ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ નિહાળવાનો મોકો મળશે. આ ચેમ્પિયનશિપ વધુ લોકપ્રિય બને એટલા માટે એમસીસી દ્વારા ડબલ ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી છે જે ખૂબ આકર્ષણ જમાવી રહી છે. તો આજે આપણે જાણીએ કે શું છે આ ૧૦૦ અને ૨૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ.

 માંડીને વાત કરીએ તો આઈપીએલની લોકપ્રિયતા ને જાેઈને એમસીસી એટલે કે ઇંગ્લેન્ડની મેરી લેબોન ક્રિકેટ ક્લબ દ્વારા તેના ફોર્મેટમાં સુધારા કરીને તેના કરતા થોડી ટૂંકી એવી હન્ડ્રેડ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવી છે. તેના નામ પ્રમાણે આ ચેમ્પિયનશિપની દરેક મેચ માત્ર સો બોલની હોય છે અને આખી મેચ માત્ર અઢી કલાકમાં પૂરી થઈ જાય છે. જેના કારણે દર્શકો ફેમિલી સહિત મેચો નિહાળવા માટે આવવા લાગ્યા છે.

આ ચેમ્પિયનશિપમાં એક બોલર પાંચ બોલ નાખે એટલે એક ઓવર પૂરી થઈ ગણવામાં આવે છે. પણ બીજાે સુધારો એ પણ કરવામાં આવ્યો છે કે જાે કેપ્ટન ઈચ્છે તો બોલરને સળગ પાંચ નહીં, ૧૦ બોલ એટલે કે બે ઓવર પણ નંખાવી શકે છે. તેમાં બેટિંગ કરતી ટીમ વાંધો ઉઠાવી શકે નહીં એવા નિયમો બનાવવામાં આવ્યા છે. દરેક બોલર કે આ મેચમાં બોલિંગ કરનાર બોલર વધુમાં વધુ વીસ બોલ નાંખી શકે છે. જાે નોબોલ પડી જાય તો એક નહીં, પણ બે રન બેટ્‌સમેનના ખાતામાં ઉમેરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ બેટ્‌સમેનને ફાયદો કરવા માટે ફ્રી હિટ પણ આપવામાં આવે છે. જેના કારણે આ ચેમ્પિયનશિપમાં કોઈ પણ બોલર સૌથી પહેલી કાળજી રાખે છે કે તે નોબોલ નાંખે નહીં.

આ એવી ચેમ્પિયનશિપ છે કે જેમાં બોલર કરતા બેટ્‌સમેન વધારે મહત્વના રહે છે. કારણ કે મોટાભાગે દર્શકોને ફટાફટ હાર્ડ હીટીંગવાળી મેચો જાેવાનો ઉત્સાહ હોય છે એટલે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે દરેક ટીમને પ્રથમ ૨૫ બોલ સમયે પાવર પ્લેની સગવડ આપવામાં આવી છે. એટલે કે પ્રથમ બેટિંગ કરનાર પ્રથમ ૨૫ બોલમાં પાવર પ્લે લઈ શકે છે. બીજી મહત્વની વાત એ છે કે દરેક મેચમાં ટાઈમ આઉટ આપવામાં આવે છે. ટાઈમ આઉટનો સમય ૯૦ સેકન્ડનો છે. આ સમય દરમિયાન ફિલ્ડીંગ ટીમનો કોચ મેદાન પર જઈ શકે છે અને તેમના ખેલાડીઓ સાથે ચર્ચા પણ કરી શકે છે. આમ શક્ય એટલી વધારે રીતે આ ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

 ભારતમાં જેમ આઈપીએલમાં અલગ અલગ ફ્રેન્ચાઇઝી વચ્ચે મેચો રમાય છે એમ આ ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં પણ અલગ અલગ ફ્રેન્ચાઇઝી વચ્ચે મેચ રમાય છે. દરેક ફ્રેન્ચાઇઝીને વિદેશના એટલે કે ઇંગ્લેન્ડ સિવાયના વધુમાં વધુ ત્રણ ખેલાડીઓ સમાવવાની છૂટ આપવામાં આવી છે. ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપને વધુ લોકપ્રિયતા મળે અને વધારેને વધારે લોકો જાેવા માટે આવે તે માટે ડબલ ૧૦૦ ક્રિકેટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી છે. જાેકે એમ ન માનશો કે બે ટીમો વચ્ચે આ ડબલ હન્ડ્રેડ ક્રિકેટ ચેમ્પિયનશિપ રમાશે. અહીં પુરુષો અને મહિલાઓની હન્ડ્રેડ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ રમાડવામાં આવે છે. એટલે કે પ્રથમ પુરુષોની ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપની મેચ રમાય છે અને તે પછી તરત જ મહિલાઓની ૧૦૦ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ રમાય છે. એટલે કે એક મેચ પૂરી થયા બાદ મહિલાઓની બીજી મેચ પુરુષો બાદ શરૂ થાય છે તેને ડબલ ૧૦૦ ક્રિકેટ ચેમ્પિયનશિપ કહેવામાં આવે છે. ચેમ્પિયનશિપની આ બંને મેચો જાેવા માટે જાેનારે માત્ર એક જ ટિકિટ લેવાની હોય છે અને એક જ ટિકિટમાં તેને પુરુષોની અને મહિલાઓની ક્રિકેટ ચેમ્પિયનશિપ જાેવાનો મોકો મળે છે. જેના કારણે આ ફોર્મેટ વધુ લોકપ્રિય થવા માંડ્યું છે.

ભારતના બીસીસીઆઈ એટલે કે આઇપીએલના આયોજકોનું ધ્યાન પણ આ ક્રિકેટ ચેમ્પિયનશિપ તરફ ગયું છે અને તેઓ પણ તેમાં જવા માટે આતુર છે. એમસીસી પ્રેસિડેન્ટ માર્ક નિકોલસના જણાવ્યા પ્રમાણે ભારતની આઈપીએલની કુલ પાંચ ફ્રેન્ચાઇઝી સાથે તેમની વાતો ચાલી રહી છે. તેઓ આ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ભાગીદારી નોંધાવવા માંગે છે. એટલે કે તેનો અમુક હિસ્સો ખરીદવા માટે ઈચ્છા દર્શાવી છે.

આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન નામે ફ્રેન્ચાઇઝી ધરાવતા રિલાયન્સના મુકેશ અંબાણી દ્વારા એક આખી અલગ ફ્રેન્ચાઇઝી ખરીદીને આ ૧૦૦ અને ડબલ ૧૦૦ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં આખી પોતાની અલગ ફ્રેન્ચાઇઝી ઉતારવા માંગે છે. એ વાતને સમર્થન ઈસીબી એટલે કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પણ આપવામાં આવ્યું છે. એથી આગળ વધીને કહીએ તો ઇંગ્લેન્ડની આ ચેમ્પિયનશિપ સોનાના ઈંડા આપતી મરઘી સાબિત થશે એવું લાગતા બીસીસીઆઈ દ્વારા પણ એમસીસી સાથે વાતો શરૂ કરવામાં આવી છ.ે અને તેઓ પણ કોઈક રીતે આ ચેમ્પિયનશિપ સાથે જાેડાય અથવા તો પોતાની કોઈ નવી યોજના આ સાથે સામેલ કરે એ માટે ચર્ચા કરી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં શક્યતા એ પણ છે કે કદાચ આઈપીએલના આયોજકો આ ૧૦૦ અને ડબલ ૧૦૦ ચેમ્પિયનશિપમાં અલગ સ્વરૂપમાં જાેવા મળે શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution