હવે આલિયા ભટ્ટ આવી કોરોનાની ઝપેટમાં

મુંબઇ

દેશભરમાં દરરોજ કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ જગતના સ્ટાર્સ સુધી ઘણા લોકો સતત કોરોનાની પકડમાં આવતા જોવા મળી રહ્યા છે. હવે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના પોઝિટિવ વિશે માહિતી આપી છે. આલિયાએ કહ્યું કે, તેણે પોતાને અલગ કરી દીધી છે અને તે ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવેલી દરેક બાબતોનું ધ્યાન રાખે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આલિયા ભટ્ટના બોયફ્રેન્ડ રણબીર કપૂરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની જાતને કોરોન્ટાઇન કરી દીધી હતી અને ઘરે જ તેની સારવાર ચાલી રહી હતી. રણબીરનો રિપોર્ટ હવે નેગેટીવ છે અને તે પોતાના કામ પર પાછો ફર્યો છે. ત્યારે તેના માટે બીજા મોટા સમાચાર છે કે તેની ગર્લફ્રેન્ડ હવે કોરોના પોઝિટિવ આવી છે.

તમને જણાવી દઈએ કે આગાઉના દિવસોમાં આલિયા તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે મુંબઇના જુહુમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કર્યું છે. ફિલ્મના સેટ પરથી મીડિયામાં ઘણી બધી તસવીરો અને વીડિયો બહાર આવ્યા હતા. આ ફિલ્મમાં રણબીર અને આલિયા સાથે અભિનેતા અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ જોવા મળશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution