હવે અભિનેત્રી કૈટરીના કૈફ થઈ કોરોના પોઝિટિવ

મુંબઈ

અભિનેત્રી કૈટરીના કૈફ કોરોના વાયરસથી પોઝિટિવ થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્‌સના માધ્યમથી આ જાણકારી આપી છે. અભિનેત્રી કૈટરીના કૈફે પોતાના નિવેદનમાં કહ્યું 'મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે પોતાને આઈસોલેટ કરી છે અને હોમ ક્વોરન્ટાઈનમાં રહીશ.' અભિનેત્રીએ કહ્યું હું પોતાના ડૉક્ટરોની સલાહ પ્રમાણે તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરુ છુ કે તેઓ તાત્કાલિક પોતાનો ટેસ્ટ કરાવી લે. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં ઘણા સેલેબ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવન, રણબીર કપૂર, ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ અને શશાંક ખેતાન સંક્રમિત થયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution