રકુલપ્રીતની અરજી પર દિલ્હી હાઈકોર્ટની કેન્દ્રને નોટિસ

મુંબઇ  

સુશાંતના કેસમાં સામેલ ડ્રગ્સના કેસમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓના નામ સામેલ છે. આ કેસની તપાસ કરી રહેલી એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. દરમિયાન, રકુલપ્રીતે મીડિયા કવરેજને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર હવે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી છે.

ખરેખર, મીડિયા ટ્રાયલથી કંટાળી ગયેલી રકુલપ્રીતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે મીડિયાને આદેશ આપવો જોઇએ કે તેઓ તેમની ડ્રગ કેસમાં સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત ન કરે અથવા તેનાથી સંબંધિત કોઈ કાર્યક્રમ ન બતાવે. આ તેની કારકિર્દી અને તેની છબીને અસર કરી રહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે રકુલપ્રીતની આ અરજી પર નોટિસ મોકલી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મીડિયા સંસ્થાઓને સાંભળ્યા વિના કવરેજ બંધ કરવાનો એકપક્ષીય નિર્ણય લઈ શકાય નહીં. 

તમને જણાવી દઇએ કે અગાઉ પણ રકુલપ્રીતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અભિનેત્રીએ માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે માંગ કરી હતી કે, ડ્રગ્સના કેસમાં તેનું નામ ન આવે તે માટે તેને રોકવા માટે આદેશ આપવામાં આવે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution