લુણાવાડા ns ટોકીઝના બિલ્ડર પરવાનગી મુજબ બાંધકામ ન કરાતા પાલિકા દ્વારા નોટિસ


જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડામાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં મોટાભાગની બીલડીગોની મ્ેં પરમિશન નથી તેમજ ૯૯ ટકા બિલ્ડીંગો નિયમ પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા નથી જેને લઈ શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેવામાં નગરપાલિકા વિસ્તારમાં દરકોલી દરવા પાસે સર્વે નું. ૫૧૪૦ પૈકી માં રજાપાસમાં મંજુર થયેલ નકશા મુજબ બેઇઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની હોય એની જગ્યાએ બેઇઝમેન્ટ કર્યા સિવાય ગ્રાઉન્ડ ફ્લોરથી બાંધકામ કરેલ છે તેમજ સદર પ્લોટની ઉતરે જૂની દુકાનોને ઉતારીને નવીન બાંધકામ કરી રહ્યા છે જે મળેલ રજાપાસ અને નકશા વિરુદ્ધનું ગેરકાયદેસર છે આ બિલ્ડીંગના પ્લોટની એકપણ જગ્યાએ પાર્કિંગની વ્યસ્થા નથી તેમજ બિલ્ડિંગમાં ૭૦ થી વધું દુકાનો અને બે સિનેમા બનાવવામાં આવી છે જે કેપિસિટી પ્રમાણે પાર્કિંગ નથી જેને લઈ લુણાવાડા નગરપાલિકા દ્વારા શબ્બીરભાઈ કુતુબભાઈ બોરીયાવાલા, મૂર્તજા કુટુંબભાઈ બોરીયાવાલા અને મુનિરા કુતુબભાઈ બોરીયાવાલા એન. એસ ટોકીઝનું બિલ્ડીંગ બનાવે છે જેમને નોટિસ આપી પાર્કિંગની વ્યવસ્થા માટે દિન ત્રણમાં ખુલાસો આપવામાં આવ્યો હતો જેને બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં નગરપાલિકા દ્વારા કુંલળીમાં ગોળ ભાગ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે? ત્યારે જાગૃત અરજદાર દ્વારા આ બાબતે કલેકટર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય એવી માગ ઉઠી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution