શંકરસિંહની ઘરવાપસી વિષે કશું કહી ન શકાય, હાઈકમાન્ડ ર્નિણય કરશેઃ ગુજરાત કોંગ્રેસ

ગાંધીનગર-

રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસીને લઇને પ્રવક્તા જયરાજસિંહે નિવેદન આપતાં જણાવ્યું કે બાપુને કોંગ્રેસમાં લેવા કે કેમ તે ર્નિણય હાઇકમાન્ડ લેશે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે બાપુને લઇને કહ્યું કે અમને જ્યારે હાઇકમાન્ડ કહશે ત્યારે અમે શંકરસિંહ વાઘેલાને વધાવીશું. શંકરસિંહ વાઘેલાએ જ્યારે પક્ષ છોડયો ત્યારે કાર્યકરોને દુખ થયું હતું. જયરાજસિંહે જણાવ્યું કે હજુ સુધી બાપુની કોંગ્રેસમાં ઘરવાપસીને અંગે હજુ સુધી શંકરસિંહ બાપુ તરફથી પણ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી જેને લઇને હાલ કોઇ પ્રતિક્રિયા આપી શકાય નહીં. પરંતુ જાે હાઇકમાન્ડ તરફથી કોઇ ર્નિણય લેવામાં આવશે તો અમે તેને ચોક્કસ માનીશું.

શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને પ્રપોઝલ મોકલી હોય તો તે માત્ર ને માત્ર બાપુ જ બતાવી શકે તેમ જયરાજસિંહે જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાના પ્રયત્ન પછી પાર્ટીની થોભો અને રાહ જૂઓની નીતિ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસ દિલ્લી હાઈકમાન્ડની સલાહ લઈ રહી છે. શંકરસિંહ વાઘેલા વિશે સલાહ લેવા રાહુલ ગાંધીનો ગુજરાત કોંગ્રેસે સમય માગ્યો છે. દિલ્લીથી ઈશારો થશે તો જ શંકરસિંહની કોંગ્રેસમાં એન્ટ્રી થશે. હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહને મધ્યસ્થી રાખીને શંકરસિંહ વાઘેલાના પ્રયત્નો હાલ ચાલુ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution