પૃથ્વી પર તો ઠીક પણ અંતરિક્ષમાં પણ ઓલિમ્પિકની ઉજવણી થઈ!


નાસા:પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મનુ ભાકરે દેશ માટે મેડલ જીતીને ખાતું પણ ખોલી નાખ્યું છે. પૃથ્વી પર તો ઓલિમ્પિક્સનો ક્રેઝ છે જ પરંતુ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓમાં પણ વિવિધ રમતો રમતા જાેવા મળ્યા હતા. નાસાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. નાસાએ ઠ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં મશાલ (ટોર્ચ) સાથે જાેવા મળે છે. ત્યારબાદ સ્પોર્ટ્‌સ ઇવેન્ટનો વારો આવે છે. જેમાં કોઈ રેસ લગાવી રહ્યું છે, કોઈ ગોળાફેંક કરી રહ્યું છે, કોઈ વેઈટ લિફ્ટિંગ, તો કોઈ રનિંગ જેવી ગેમની નકલ કરતા જાેવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો પર લોકોએ અલગ-અલગ કોમેન્ટ પણ કરી છે. તેમજ લોકોએ આ વીડિયોના વખાણ પણ કર્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution