એક પણ આતંકવાદી છૂટવો ન જાેઈએ : મોદી

દિલ્હી:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક આતંકી હુમલા બાદ પીએમ મોદીએ ખુદ મોર્ચો સંભાળી લીધો છે. તેમણે સુરક્ષા એજન્સીઓ સાથે વિવિધ પક્ષે આતંકવાદીઓ સામે પુરી ક્ષમતા સાથે મુકાબલો કરવાના સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિને લઈને ગુરુવારે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. રિવ્યૂ મિટીંગમાં પીએમ મોદીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા સાથે જ અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલા વિશે જાણકારી આપવામાં આવી હતી. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે, એક પણ આતંકવાદી છૂટવો ન જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તેને લઈને હાઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. આ દરમ્યાન પીએમ મોદીએ આતંકી ઘટના સાથે આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવામાં આવી રહેલા અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમને અત્યાર સુધીના સમગ્ર ઘટનાક્રમથી અવગત કરાવ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ સિક્યોરિટી એજન્સીઝ અને અન્ય સ્ટેકહોલ્ડર્સને પણ પુરી ક્ષમતા સાથે આતંકવાદીઓને જવાબ આપવાના સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે. સાથે જ કહ્યું કે, આપણી પાસે જે પણ સંસંધાન છે, આતંકવાદીઓના નિવારણમાં દરેક વસ્તુનો ઉપયોગ કરો.પ્રધાનમંત્રી મોદીએ ખુદ ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દા પર વાત કરી છે. તેમણે હોમ મિનિસ્ટરને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની તૈનાતી અને કાઉંટર ટેરરિઝ્‌મ ઓપરેશન વિશે ચર્ચા કરી છે. તેની સાથે જ પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી છે. તેમને સિન્હાને જમ્મુ કાશ્મીરમાં હાલત વિશે જાણકારી લીધી. પીએમ મોદીને સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ઉઠાવેલા પગલા વિશે સમગ્ર જાણકારી આપી છે. જમ્મુ કાશ્મીરમાં ૭૨ કલાકમાં ત્રણ આતંકી હુમલા થયા છે, જેમાં ઝ્રઇઁહ્લનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે છ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે કઠુઆમાં સૈન્ય ઓપરેશનમાં બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા. હજુ બે દિવસ પહેલા જ વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર રિયાસીમાં કરાયેલા હુમલામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો, એવામાં ત્રણ મોટા આતંકી હુમલાથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાની પોલ ખુલી હતી. સાથે જ સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.કઠુઆના હીરાનગરમાં સૈદા સુખલ ગામમાં મંગળવારે સવારે આઠ વાગ્યે આતંકી હુમલો થયો હતો. આ ગામમાં આતંકીઓ લોકોના ઘરોમાં હથિયારો સાથે પહોંચ્યા હતા, જેને કારણે ગામના

લોકોએ વિરોધ કરતા આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક નાગરિક ઘાયલ થયો છે. જે બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જાેકે આ ઓપરેશન દરમિયાન સીઆરપીએફનો એક જવાન કબીર દાસ શહીદ થઇ ગયો હતો. આતંકીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, રોટલી, દવાઓ, ઇંજેક્શન, ૧ સિરિંજ, એક એંટિના, હેન્ડ ગ્રેનેડ વગેરે જપ્ત કરાયા હતા. મોડી રાત સુધી બે સૈન્ય ઓપરેશન ચાલ્યા હતા.

 આ દરમિયાન આતંકીઓએ એક સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર એસપીઓ પણ ઘાયલ થયા હતા. રિયાસીમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં ૧૦ લોકોના મોતની ઘટનાના બે દિવસ બાદ આ હુમલા સામે આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution