ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદ વધવાની શક્યતા

ગાંધીનગર-

ગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. આજે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્્યતાને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાહત કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોઈ અતિભારે વરસાદ થવાની શક્્યતા નહીવત છે. પરંતુ છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને  પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોવાથી તારીખ ૨૪ સપ્ટેમબરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ ૨૫મી પછી વરસાદ નહીવત છે. વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કુલ ૧૭૪ જળાશય હાઈએલર્ટ પર, ૭ જળાશય એલર્ટ તથા ૬ જળાશય વોર્નિંગ પર છે. છેલ્લા ત્રણ વર્ષનીસરારેશમાં રાજ્યમાં આ વખતે ૧૦૧.૫૬ ટકા વાવેતર થયું છે. હવામાન વિભાગના મતે ગુજરાતભરમાં ૨૪ સપ્ટેમ્બરથી વરસાદની શક્યતા છે અને ૨૫ સપ્ટેમ્બરથી વરસાદ નહિવત રહેશે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપના વેબિનાર બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી ૪૩.૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૩૨.૭૧ ઈંચ કરતાં ૧૩૧.૮૪ ટકા છે. હાલમાં ગુજરાતમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution