દિલ્હી-
હૈદરાબાદની એક કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામે માનહાનીના કેસમાં તેની સામે ઉપસ્થિત નહીં થવાથી સોમવારે બીનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યુ છે. આ મામલો દિગ્વિજય સામે વર્ષ 2017માં નોંધાયો હતો.સાંસદો વિરુધ્ધ મામલામાં સુનાવણી માટે યોજાયેલ સ્પેશિયલ અદાલતે દિગ્વિજય સિંહ ઉપર કોર્ટ સામે હાજર નહીં રહેવા બાદ કોર્ટે બીનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. સિંહ સામે માનહાનિનો મામલો એઆઈએમઆઇએમ નેતા એસ એ હુસૈન અનવરે નોંધાવ્યોહતો. તેમનો આરોપ હતો કે દિગ્વિજય સિંહ એવું કહીને એઆઈએમઆઇએમ પ્રમુખ અસદુદીન ઔવેસીની માનહાનિ કરી હતી કે હૈદરાબાદના સાંસદની પાર્ટી નાણાકિય લાભ માટે બીજા રાજ્યોમાં ચૂંટણી લડવા માટે જાય છે.
અરજકર્તાના વકિલ મોહમ્મદ આસિફ અમજદે કહ્યું હતું કે તેમને દિગ્વિજય સિંહ અને લેખ પ્રકાશિત કરનાર એક ઉર્દુ દૈનિકના સંપાદક બંનેને કાનુની નોટીસ મોકલી હતી અને માફી માંગવા માટે કહ્યું હતું. જાેકે બેંને માથી કોઇએ નોટિસનો જવાબ આપ્યો નહોતો અને ત્યારબાદ અમજદે અદાલતનો રસ્તો અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુનાવણીની ગત તારીખ દરમિયાન અદાલતે નિર્દેશ આપ્યા હતા કે દિગ્વિજય સિંહ અને સંપાદક 22 ફેબ્રુઆરીએ કોર્ટ સામે ઉપસ્થિત થાય. અમજદે કહ્યું હતું કે સંપાદક હાજર રહ્યા હતા પરંતુ દિગ્વિજયસિંહ કોર્ટમાં હાજર થયા નહોતા.