ઇસ્લામાબાદ-
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જાે કે પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવાની એક પણ તક છોડતુ નથી. જણાવી દઇએ કે, ફરી એકવાર આ ધૂન પાકિસ્તાનનાં વડાપ્રધાને વગાડ્યું છે. ઇમરાન ખાને કહ્યું છે કે જ્યાં સુધી ભારતીય સરકાર જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો ર્નિણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં.
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર રાગ ગાતા કહ્યું છે કે, જ્યાં સુધી નવી દિલ્હી જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો ર્નિણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ ભારતે કલમ ૩૭૦ ની મોટાભાગની જાેગવાઈઓને રદ કરી, જે જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જા સાથે જાેડાયેલી હતી. ઈમરાન ખાને કહ્યું, “જ્યાં સુધી ભારત ૫ ઓગસ્ટનાં ર્નિણયને પાછો નહીં ખેંચે, પાકિસ્તાનની સરકાર કોઈ પણ કિંમતે ભારત સાથે વાટાઘાટો કરશે નહીં.”