બેરકપુર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના બેરકપુર અને હુગલીમાં ચૂંટણી રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી, તૃણમૂલ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસ અને તૃણમૂલએ મત બેન્કની રાજનીતિ સામે આત્મસમર્પણ કર્યું છે.’ બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પાંચ ગેરન્ટી પણ આપી હતી. આ ઉપરાંત તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “પહેલી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં.” “બીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પણ ઝ્રછછને રદ કરી શકશે નહીં.” “ત્રીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તમને રામ નવમીની ઉજવણી કરતા કોઈ રોકી શકશે નહીં.” “ચોથી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ર્નિણયને કોઈ પલટાવી નહીં શકે.” “પાંચમી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ (જીઝ્ર), અનુસૂચિત જનજાતિ (જી્) અને ર્ંમ્ઝ્ર માટે અનામત સમાપ્ત થશે નહીં.” પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “દેશની આઝાદી પછી, કોંગ્રેસ પરિવારે ૫૦ વર્ષ સુધી સરકારો ચલાવી, પરંતુ કોંગ્રેસના શાસનમાં, પૂર્વ ભારતમાં માત્ર ગરીબી અને સ્થળાંતર જ મળ્યું.” બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, આંધ્રપ્રદેશ હોય. કોંગ્રેસ અને ભારતીય ગઠબંધનના પક્ષોએ પૂર્વ ભારતને પછાત છોડી દીધું.
તેમણે વધુમાં કહ્યું કે, “૨૦૧૪માં તમે મોદીને તક આપી હતી, મોદીએ નક્કી કર્યું છે કે તેઓ દેશના પૂર્વીય ભાગને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેશની આઝાદી પછી કોંગ્રેસ પરિવારે ૫૦ વર્ષ સુધી સરકાર ચલાવી, પરંતુ કોંગ્રેસના શાસનમાં પૂર્વ ભારતમાં માત્ર ગરીબી અને પલાયન મળ્યું. બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, આંધ્રપ્રદેશ હોય. કોંગ્રેસ અને ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. ગઠબંધનના પક્ષોએ પૂર્વ ભારતને પછાત છોડી દીધું.’ સંદેશખાલીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સંદેશખાલીના ગુનેગારને પહેલા તૃણમૂલની પોલીસે બચાવ્યો અને હવે તૃણમૂલ નવો ખેલ શરૂ કર્યો છે. તૃણમૂલના ગુંડા સંદેશખાલીની બહેનોને ડરાવી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, કારણ કે જુલમ કરનારનું નામ શાહજહાં શેખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે સ્થિતિ એવી છે કે બંગાળમાં આસ્થાનું પાલન કરવું પણ ગુનો બની ગયો છે. બંગાળની તૃણમૂલ સરકાર રામનું નામ લેવા દેતી નથી. તૃણમૂલ સરકાર બંગાળમાં રામનવમીની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી. કોંગ્રેસ અને ડાબેરીઓએ પણ રામમંદિર સામે મોરચો ખોલ્યો છે.’ હુગલીમાં બીજી એક રેલીમાં તેમણે કહ્યું કે, “આ વખતે કોંગ્રેસને તેના શેહઝાદા (રાહુલ ગાંધી)ની ઉંમર કરતા ઓછી બેઠકો મળશે.” ગયા અઠવાડિયે વડા પ્રધાને કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંખ્યા “અત્યાર સુધીમાં સૌથી નીચી” સપાટી પર રહેશે.
મોદીએ જણાવ્યું કે, “ટીએમસી પણ સરકાર બનાવી શકતી નથી; તે વિપક્ષમાં રહીને પણ કંઈ કરી શકતી નથી. કોંગ્રેસ અને ડાબેરીઓ પણ સરકાર બનાવી શકતા નથી. માત્ર ભાજપની આગેવાની હેઠળની એનડીએ જ તમને સ્થિર અને મજબૂત સરકાર આપી શકે છે.” ઈન્ડિયા બ્લોકની “તુષ્ટિકરણની રાજનીતિ”ની ટીકા કરતા પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને તેના અન્ય ઘટક પક્ષો હારનો અહેસાસ કરીને અસંબંધિત નિવેદનો કરી રહ્યા છે.
તેમણે દાવો કર્યો કે, “રામ મંદિરના નિર્માણ પછી તેમની ઊંઘ ઉડી ગઈ છે. આ લોકોએ રામ મંદિરનો પણ બહિષ્કાર કર્યો છે. રામ મંદિર મેળવવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ કરનારા આપણા પૂર્વજાેની આત્માઓ તમારા કાર્યો જાેઈ રહી છે. ્સ્ઝ્ર અને કોંગ્રેસના લોકો ઓછામાં ઓછા તમારા પૂર્વજાેની તપસ્યા અને બલિદાનનું અપમાન ન કરો, ભગવાન રામનો બહિષ્કાર કરવો એ બંગાળની સંસ્કૃતિ નથી.”