આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં પશુપાલકોની સહકારી સંસ્થા અમૂલના આગામી પાંચ વર્ષના શાસનકાળ માટે નિયામક મંડળને ચૂંટી કાઢવા યોજાયેલી ચૂંટણીમાં નો પોલિટિક્સ, ઓન્લી અમૂલનો નજારો જાેવા મળ્યો હતો. અમૂલ પર રાજ કરવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક ભાઈ-ભાઈ બની ગયાં હતાં. ફરી એક વખત પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી ઉમેદવારો ચૂંટાઈ આવ્યાં હતાં.
અમૂલનો ચૂંટણી જંગ ખુબ જ રોચક અને ઉતેજનાપૂર્ણ બની ગયો હતો. જગવિખ્યાત અમૂલ ડેરીના ડિરેક્ટરપદ પર કબજાે કરવા એકાદ બે બ્લોકને બાદ કરતાં બાકી બધે જ રસાકસીભર્યો રહ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમૂલના નિયામક મંડળની કુલ ૧૨ બેઠકમાંથી સહકારી માળખા પર પ્રભુત્વ ધરાવતાં જૂનાં જાેગી ગણાતાં રામસિંહ પરમારે પોતાની બેઠક ઠાસરા અગાઉ જ બિનહરીફ કરાવી લીધી હતી. અન્ય એક આજીવન સભાસદ બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જ્યારે અન્ય દસ બેઠકો માટે શનિવારે મતદાન યોજાયું હતું. મતદનના પ્રારંભથી શરૂ થયેલાં ઉતેજનાપૂર્ણ માહોલમાં સોમવારે પરિણામના અંતિમ તબક્કા સુધી રસાકસી જાેવા મળી હતી.
આણંદ ખાતે કુલ દસ બ્લોકની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી પેટલાદ બેઠક પર જાેવાં મળી હતી. પેટલાદ-સોજિત્રા તાલુકાના સહકારી ક્ષેત્રમાં ખુબ દબદબો ધરાવતા તેજશભાઈ પટેલને નવાં નિશાળીયા ગણાતાં વિપુલભાઈ પટેલ રંગાઈપુરાવાળાએ ભારે ટક્કર આપી હતી. અંતે અગાઉ ડિરેક્ટરપદે પાંચ વર્ષ સુધી રહેલાં તેજશભાઈ પટેલને નજીવા મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
બીજી તરફ આણંદના બ્લોકની બેઠક માટે કોંગ્રેસ-ભાજપના બે ધારાસભ્યો કાન્તીભાઈ સોઢા પરમાર અને ગોવિંદભાઈ પરમાર સામસામે હતા. તદુપરાંત ખાંધલીના સરપંચ ભરતભાઈ સોલંકી સહિત પાંચ ઉમેદવાર આણંદ બ્લોકની બેઠક પર મેદાનમાં હતાં. પાંચ ઉમેદવારોના બહુપાંખિયા જંગમાં આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમારનો ચાર મતની નજીવી સરસાઇથી વિજય થયો હતો. બોરસદ બેઠકના હરીફ ઉમેદવાર જીતેન્દ્ર પટેલે અગાઉ જ સમર્થન જાહેર કરતાં મતદાન પહેલાં જ કોંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. એ સ્ક્રીપ્ટ મુજબ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને તમામ ૯૩ મત મલ્યાં હતાં. ખંભાત બ્લોકની સામાન્ય મહિલા અનામત બેઠક પર ડિરેક્ટર ચંદુભાઈ પરમારના પત્ની સીતાબેન પરમારે ભાજપના મહિલા અગ્રણી હિરણ્યાક્ષીબેન પટેલને પરાજીત કરી સૌ પ્રથમવાર અમૂલમાં એન્ટ્રી લીધી છે.
માતર બ્લોકની બેઠક પર જબરદસ્ત રસાકસી જાેવાતી હતી. ત્રણ વગદાર આગેવાનો મેદાનમાં હતાં. જાેકે, વર્તમન ડિરેક્ટર સંજયભાઈ પટેલ પોતાનું ડિરેક્ટરપદ જાળવવામાં સફળ રહ્યાં છે. હરીફ ઉમેદવાર અને ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને સહકારી આગેવાન ધીરુભાઈ ચાવડાનો પરાજય થયો હતો.
બાલાસિનોર બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક ઊર્ફે પપ્પુભાઈનો વિજય થયો હતો. પોતાની બેઠક તેઓએ જાળવી રાખી હતી. ગત વખતે પણ રાજેશભાઈ પાઠક વિજેતા બન્યાં હતાં. રાજેશભાઈ પાઠકને ૬૨ મતો મળ્યાં હતાં, જ્યારે તેમનાં હરિફ ઉમેદવાર ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઈને ૨૪ મતો મળ્યાં હતાં. કઠલાલ બેઠક પરથી ઝાલા ઘેલાભાઈ માનસિંહનો વિજય થયો છે. તેઓને ૪૮ મતો મળ્યાં હતાં, જ્યારે ઝાલા રાજેશભાઈ મગનભાઈને ૨૮, પટેલ રાજેન્દ્રસિંહ જયંતિભાઈને ૩ મત અને શનાભાઈ ગાંડાભાઈ સોઢા પરમારને ૧૯ મતો મળ્યાં હતાં.
મહેમદાવાદ બેઠક પરથી જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણનો ભવ્ય વિજય થયો છે. તેમને કુલ ૯૭ મતોમાંથી ૫૦ મતો મળ્યાં હતાં, જ્યારે ભગવાનસિંહ અંદરસિંહ ચૌહાણને ૨૬ અને ઝાલા રામસિંહ સબુરભાઈને ૨૧ મતો મળ્યાં હતાં. ખેડા જિલ્લાની કપડવંજ બેઠક પરથી શારદાબેન હરિભાઈ પટેલને ૫૨ મતો મળતાં તેમનો વિજય થયો છે. તેમનાં હરિફ ઉમેદવાર પટેલ વિણાબેન રાજેન્દ્રભાઈને ૪૭ મતો મળ્યાં હતાં. નડિયાદની બેઠક પરથી ફરી એકવાર ભાજપના વિપુલભાઈ પટેલ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યાં છે. તેઓએ પોતાના હરિફ ઉમેદવાર મધુબેન ધર્મસિંહભાઈ પરમારને હરાવીને જીત હાંસલ કરી હતી. વિપુલભાઈને ૧૦૦ માંથી ૫૮ મતો મળ્યાં હતાં, જ્યારે મધુબેનને ૪૧ મતો મળ્યાં હતાં. એક મત રદ થયો હતો.
વિરપુર બેઠક પરથી શાભેસિંહ માંગાભાઈ પરમારનો વિજય થયો હતો. તેઓને ૮૮માંથી ૪૧ મતો મળ્યાં હતાં, જ્યારે રાઘુસિંહ મસુરસિંહ પરમારને ૩૩ અને જશુભાઈ શંકરભાઈ પટેલને ૧૪ મતો મળ્યાં હતાં.
અમૂલનું ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ પર પહોંચાડાશે ઃ રામસિંહ
અમૂલના ચેરમેન અને ઠાસરા બેઠક પરથી બિનહરિફ ચૂંટાયેલાં રામસિંહ પરમાર ફરી એકવાર ચેરમેન બનશે એવું લગભગ નક્કી છે. રામસિંહ પરમારે આજે મીડિયાને જણાવ્યું હતું કે, અમૂલની સફળતાનો શ્રેય આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને જાય છે. તેઓએ ઉત્સાહભેર મતદાન કરીને અમૂલના હિતમાં જનાદેશ આપ્યો છે. અમૂલનું વાર્ષિક ટર્નઓવર અત્યારે ૭ હજાર કરોડ છે. તેને આગામી વર્ષોમાં ૧૦ હજાર કરોડે પહોંચાડવામાં આવશે. આગામી દિવસોમાં કોલકતા અને પૂણેમાં અમૂલના પ્લાન્ટ નાખવામાં આવશે. પ્રગતિના પંથે જઈ રહેલાં અમૂલના ૬ લાખ સભાસદોને પોષણક્ષમ ભાવો, બોનસ તેમજ સારી સર્વિસ મળી રહે તેવાં પ્રયત્નો કરવામાં આવશે.
અમૂલ ડેરીની ચૂંટણીનું પરિણામ
બ્લોકઃ૧- આણંદ
કુલ મતદાર-૧૦૭
ઉમેદવારને મળેલાં મત
(૧) કાન્તીભાઇ મણીલાલ સોઢાપરમાર (આણંદ ધારાસભ્ય કોંગ્રેસ) - ૪૧
(૨) ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર (ઉમરેઠ ધારાસભ્ય ભાજપ)- ૩૭
(૩) ભરતભાઇ ચંદુભાઇ સોલંકી - ૨૪
(૪) ચૌહાણ નટવરસિંહ ગણપતસિંહ - ૦૧
(૫) પરમાર શિવાભાઇ મહીજીભાઇ - ૦૧
બ્લોકઃ૨ - ખંભાત
કુલ મતદાર - ૯૮
ઉમેદવારને મળેલાં મત
(૧) સીતાબેન ચંદુભાઇ પરમાર - ૭૩
(૨) દક્ષાબેન સુરેશભાઇ પટેલ - ૧૦
(૩) હિરણ્યાક્ષીબેન પ્રમોદભાાઇ પટેલ - ૧૪
રદ થયેલ મત - ૧
બ્લોકઃ૩ - બોરસદ
કુલ મતદાર - ૯૪
ઉમેદવારને મળેલાં મત
(૧) પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ - ૯૩
(૨) પટેલ જીતેન્દ્રકુમાર રમણભાઇ - ૦૦
મતદાન થયેલ નથી - ૧
બ્લોકઃ૪ - પેટલાદ
કુલ મતદાર - ૯૧
ઉમેદવારને મળેલાં મત
(૧) પટેલ વિપુલભાઇ પૂનમભાઇ - ૪૫
(૨) પટેલ તેજશકુમાર બીપીનભાઇ - ૪૩
અમાન્ય મત - ૩
બ્લોકઃ૬ - બાલાસિનોર
કુલ મતદાર - ૮૬
ઉમેદવારને મળેલાં મત
(૧) પાઠક રાજેશભાઇ ગજાનંદભાઇ - ૬૨
(૨) ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઇ - ૨૪
બ્લોકઃ૭ - કઠલાલ
કુલ મતદાર - ૯૮
ઉમેદવારને મળેલાં મત
(૧) ઝાલા ઘેલાભાઇ માનસિંહ - ૪૮
(૨) ઝાલા રાજેશભાઇ મગનભાઇ - ૨૮
(૩) સોઢાપરમાર શનાભાઇ ગાંડાભાાઇ - ૧૯
(૪) પટેલ રાજેન્દ્રભાઇ જ્યંતીભાાઇ - ૦૩
બ્લોકઃ૮ - કપડવંજ
કુલ મતદાર - ૧૦૦
ઉમેદવારને મળેલાં મત
(૧) પટેલ શારદાબેન હરીભાઇ - ૫૨
(૨) પટેલ વિણાબેન રાજેન્દ્રભાઇ - ૪૭
અમાન્ય - ૧
બ્લોકઃ૯ - મહેમદાવાદ
કુલ મતદાર - ૯૮
ઉમેદવારને મળેલાં મત
(૧) ચૌહાણ જુવાનસિંહ હાથીસિંહ - ૫૦
(૨) ચૌહાણ ભગવાનસિંહ અંદરસિંહ - ૨૬
(૩) ઝાલા રામસિંહ સબુરભાઇ - ૨૧
બ્લોકઃ૧૦ - માતર
કુલ મતદાર - ૮૮
ઉમેદવારને મળેલાં મત
(૧) ચાવડા ધીરૂભાઇ અમરસિંહ - ૧૪
(૨) પટેલ સંજયભાઇ હરિભાઇ - ૪૭
(૩) સોલંકી કેસરીસિંહ જેસંગભાઇ - ૨૬
અમાન્ય - ૧
બ્લોકઃ૧૧ - નડિયાદ
કુલ મતદાર - ૧૦૧
ઉમેદવારને મળેલાં મત
(૧) પટેલ વિપુલભાઇ કાંતીભાઇ - ૫૮
(૨) પરમાર મધુબેન ધર્મસિંહ - ૪૧
રદ થયેલાં મત - ૧, મતદાન થયું નથી - ૧
બ્લોકઃ૧૨ - વિરપુર
કુલ મતદાર - ૮૮
ઉમેદવારને મળેલાં મત
(૧) પરમાર શાભેસિંહ માંગાભાઇ - ૪૧
(૨) પરમાર રાધુસિંહ મસુરસિંહ - ૩૩
(૩) પટેલ જશુભાઇ શંકરભાઇ - ૧૪
Loading ...