દિલ્હી,
ભારતીય રેલ્વેએ શુક્રવારે આશ્વાસન આપ્યું કે કોઈની નોકરી જશે નહીં પણ આવનારા દિવસોમાં રેલ્વેના કર્મચારીઓના કામના પ્રકાર બદલવામાં આવે તે શક્યા છે.
રેલ્વેએ એક પત્ર જાહેર કરીને પ્રબંધકોને સૂચના આપી કે નવી નિમણૂંક થોડા સમય પૂરતી રોકી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર ભારતીય રેલ સંખ્યામાં ઘટાડો નહીં કરે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપશે.
તેઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે જે પદ પર નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે ચાલુ રહેશે અને સાથે આ બાબતે જે સૂચના જાહેર કરવામાં આવી છે. તેને લઈને કોઈ ફેરફાર આવશે નહીં. ભારતીય રેલમાં અત્યારે ૧૨,૧૮, ૩૩૫ કર્મચારીઓ છે અને તે પોતાની કમાણીનો ૬૫ ટકા ભાગ વેતન અને પેન્શન પર ખર્ચ કરે છે.