ગામધીનગર-
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું જ્યારે કોઇ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરની સાથે જ સેવા આપી છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. જીવ ગુમાવનાર તમામ હુતાત્માઓને આદરથી શ્રદ્ધાંજલી પાછવુ છુ. કોઈ વ્યક્તિનું જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થયા તેમને 50 લાખની જાહેરાત કરી હતી.