દુનિયામાં કોઈ જ સંપૂર્ણ નથી, માટે ભૂલોને અવગણતાં શીખો

લેખકઃ નીતા સોજીત્રા | 


લગ્નની વેદી પર જ્યારે પતિ-પત્ની એકસાથે પગલું માંડે ત્યારે બન્નેનો પહેલો પ્રયાસ એ હોવો જાેઈએ કે બન્ને એકબીજાના અડધા અંગ બને.

આમ તો અડધું અંગ એટલે એકબીજાની નબળાઈઓ ઢાંકતું અંગ પરંતુ આપણે દરેક હંમેશા એવું માનતા હોઈએ છીએ કે આપણે સર્વ છીએ આપણે સંપૂર્ણ છીએ અને આપણી સાથે ના બીજા આપણાથી ઉતરતા છે આપણી એક ભૂલી જઈએ છીએ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી માણસ માત્ર પોતાની ભૂલોથી અનુભવથી અને એને વાગતી ઠોકરોથી શીખતો હોય છે એટલે જ ઠોકર એ દરેકની ગુરુ હોય છે. ગમે તેટલું શીખવા છતાં માણસ આજીવન અપૂર્ણ રહે છે. દરેક માણસ સંપૂર્ણ હોત તો પછી આ દુનિયામાં કોઈને એકબીજાની ક્યારેય જરૂર ઊભી ના થાય પરંતુ એવું હોતું નથી કોઈ ક્યારેય સંપૂર્ણ હોતું નથી માટે જ દરેકને એકબીજાની આવશ્યકતા હોય છે. પતિ પત્નીએ પણ કાયમ માટે એ વાત સ્વીકારવી જાેઈએ કે બંનેમાંથી કોઇ ક્યારેક સંપૂર્ણ નથી કોઈ એક બાબતમાં તો બીજી બાબતમાં ઉતરતા હોય છે અને બંનેએ એકબીજાની અપૂર્ણતાને પોતાની પૂર્ણતા વડે ભરવાની હોય છે.

 લગ્નની વેદી પર શાસ્ત્રોક્ત વિધિથી ફરાતા ફેરામાં ક્યાંય કોઈ એવું વચન આપવામાં નથી આવતું કે હું મારા પતિ કે પત્નીની અપૂર્ણતાને મારી પૂર્ણતા વડે ભરીશ. ફેરા ફરનાર પતિ-પત્ની ક્યારેય એવું નથી કહેતા અમે એકબીજાને જેવા છે તેવા સ્વીકારશે અને એટલે જ મોટાભાગે લગ્નજીવનમાં ભંગાણના ચાન્સ વધી જતા હોય છે પતિને સતત પત્નીમાં ખામી દેખાતી હોય છે વ્યવસાય અર્થે બહાર રહેતો અને અનેક સ્ત્રીઓના પરિચયમાં આવતો પુરુષ ધીમે ધીમે પોતાની પત્નીમાં ખામીઓ જાેવાનું શરૂ કરે છે પોતાની પત્ની સામે એના સંપર્કમાં આવતી દરેક સ્ત્રી તેને પૂર્ણ લાગતી હોય છે અને આ કારણથી શાંત અને ખુશહાલ લગ્નજીવનમાં એક દીવાલ ઊભી થાય છે. શું પુરુષ ક્યારેય એવું વિચારે છે કે પોતાની પત્નીના જીવનમાં પણ અન્ય પુરુષ પૂર્ણ પુરુષ તરીકે સ્થાન લઈ શકે છે? પત્ની પણ તેના પતિમાં અપૂર્ણતા દેખાઈ શકે છે આવો વિચાર ક્યારેય પતિને આવે છે ખરો?

 આપણે દરેક આજીવન એવા પ્રયાસ કરતા હોઈએ છીએ કે આપણી ઈચ્છા આપણી જરૂરત અને આપણી મરજી મુજબ આપણી સામેના પાત્રને સતત બદલ્યા કરવાની કોશિશ કરીએ છીએ એક સમય એવો આવે છે કે એ આપણી મરજી પ્રમાણે સંપૂર્ણ બદલાઈ જાય છે અને એ પછી ફરી આપણે એવી ફરિયાદો કરીએ છીએ કે પહેલા તમે આવા નહતા, તમે બદલાઈ ગયા છો. ક્યારેય વિચાર્યું છે આ બદલાવના મૂળમાં કોણ? આ બદલાવ શા કારણે? કારણકે આપણે ક્યારેય સામેના પાત્રની અપૂર્ણતાને સ્વીકારી જ નથી શક્તા આપણે હંમેશા માનીએ છીએ કે દરેક માણસ પૂર્ણ હોવો જાેઈએ. એવી ઉક્તિ છે તે માણસ માત્ર ભૂલને પાત્ર દુનિયામાં કોઈ એવો માણસ નથી જે કદી ભૂલો ન કરતો હોય અને દરેક વ્યક્તિ પોતાની ભૂલમાંથી શીખતી હોય છે ભૂલો થવી એ બહુ સામાન્ય પ્રક્રિયા છે પરંતુ પતિ-પત્નીના સુમેળભર્યા સંબંધો ટકાવી રાખવા માટે જે સૌથી આવશ્યક વાત છે એ છે એકબીજાની ભૂલોને ભૂલી જવી. જીવનના કોઈ તબક્કે કોઈ એક વ્યક્તિથી થઈ ગયેલી ભૂલ બીજી વ્યક્તિ સતત યાદ અપાવે રાખે એ સાબિત કરે છે કે એ સામેની વ્યક્તિની ભૂલોને ભૂલી નથી. પતિની ભૂલોને સતત યાદ રાખીને એના વિશે સંભળાવ્યા કરવું કે એને યાદ આપ્યા કરવું એ સંબંધોમાં કડવાશની દીવાલ ઊભી કરવા બરાબર છે એવી જ રીતે પતિ દ્વારા અજાણતા થતી ભૂલો કાયમ યાદ કરાવવી , મહેણું માર્યા કરવું એ બધાને લીધે ઘણીવાર જીવનમાં કડવાશ ઊભી થાય છે અને આ કડવાશ પછી જીવનમાં ક્યારેય મીઠાશમાં બદલાતી નથી હોતી.

 જ્યારે કેટલીક ભૂલો સ્વભાવગત હોય છે એ ભૂલો કરવાનો કોઈ એક વ્યક્તિનો સ્વભાવ હોય છે. દાંપત્યજીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતાં હોઈએ તો આવી ભૂલોને અવગણતા રહેવી. એક બીજાની ભૂલોને જાે અવગણતા શીખી જઈએ તો પછી ક્યારે એનામાં ખામી નહિ દેખાય. બંને પાત્રો એકબીજામાં રહેલી ખામી અને એકબીજાની ભૂલોને અવગણવાની શરૂ કરે તો પછી બંને પાત્રો માં ખામી કે ભુલો રહેતી નથી અને એ બંને પાત્રો પૂર્ણ પાત્ર બને છે અને બંને હંમેશ એકબીજાને સંપૂર્ણ લાગે છે લગ્નજીવન એ આમ તો જાતને સાથીદાર સાથે તાલ મેળવવાની પ્રક્રિયા છે જે જેટલો વધારે તાલમેલ મેળવી શકે એટલો વધારે ખુશ રહી શકે છે અને ખુશ રહેવું દાંપત્યજીવનમાં ખુશ રાખવા માટે પણ અનિવાર્ય છે અને આ નિયમ માત્ર પતિ-પત્ની માટે જ છે એવું નથી એક ઘરમાં એક સાથે જ વસતા દરેક વ્યક્તિ માટે આ વસ્તુ અનિવાર્ય છે દરેક વ્યક્તિ એકબીજાની ભૂલો અને એકબીજાની ખામીઓ ભૂલતા શીખે તો લાગણી પ્રેમ અને સુમેળ વધે છે ખુશહાલ પરિવારની ભેંટ આપે છે.

 પતિ પત્ની દ્વારા થતી નાની ભૂલોને મોટું સ્વરૂપ ન આપી એકબીજાની ભૂલો પર એકબીજાની લાગણી અને પ્રેમનું આવરણ ચડાવી ભુલોને ઢાંકતા, ભૂલતા અને અવગણતાં આવડી જાય તો દામ્પત્યજીવન આજીવન ખુશહાલ રહે છે.

યાદ રાખો ભૂલોને અવગણવાનો ગુણ કેળવવા માટે પણ વ્યક્તિમાં ઘણી બધી હિંમત અને આવડત જાેઈએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution