મુંબઈ-
બજેટ પાસેથી સામાન્ય નોકરીયાતોને અને મધ્યમવર્ગના કરદાતાઓને જે અપેક્ષાઓ હતી તેનાથી વિપરીતપણે નિર્મલા સિતારમને બજેટમાં આવકવેરા માટેના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, નોકરીયાતો કે જેમની આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની હોય તેમણે કોઈ ટેક્સ ભરવાનો નથી, જ્યારે તેનાથી આગળ 2.5 થી 5 લાખ સુધીની ઈનકમ માટે 5 ટકા સુધીનો ટેક્સ ભરવાનો રહેશે.
સામે છેડે 75 વર્ષથી વધારે ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનો માટે આવકવેરા રીટર્ન બિનજરૂરી બની ગયું છે જ્યારે એનઆરઆઈ નાગરીકોને માટે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી મુક્તિ આપી દેવાઈ છે.