એરફોર્સ કર્મચારીને માલવેર મોકલનારને જામીન નહીં

અમદાવાદ  અમદાવાદ એટીએસ પોલીસ મથકે એક આરોપી સામે આઈપીસીની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. જેને જામીન મેળવવા ખંભાતની કોર્ટમાં અરજી કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુનાની ગંભીરતાને જાેતા હાઇકોર્ટે અરજદારની અરજીની ફગાવી દીધી હતી. એટીએસ ને બાતમી મળી હતી કે, પાકિસ્તાનના જવાન અથવા તેના નાગરિક પાસે ભારતીય નંબર છે. જેને વોટ્‌સેપ મારફતે જમ્મુ કાશ્મીરમાં ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા એક કર્મચારીને ફાઈલ મોકલીને ઓપન કરવા જણાવ્યું હતું. કર્મચારીના મોબાઇલમાં તે ફાઇલ ઓપન ન થતા તેને તેની પત્નીના મોબાઇલમાં તે ફાઈલ ટ્રાન્સફર કરી હતી અને તેમાં ઓપન કરી હતી. આ ફાઇલ ખરેખરમાં એક માલવેર હતી. જેનાથી ભારતીય સુરક્ષા દળોની મહત્વની માહિતી પાકિસ્તાન સુધી પહોંચી શકતી હતી. આ મોબાઇલને એફએસએલ તપાસ માટે ગાંધીનગર પણ મોકલવામાં આવ્યો હતો. આરોપી ૧૯૯૯માં ગુજરાત આવ્યો હતો અને વર્ષ ૨૦૦૫માં ભારતનું નાગરિકત્વ પણ મેળવ્યું હતું. તે પોતાની પત્ની અને પુત્રી માટે વિઝા લેવા માટે પણ પ્રયત્ન કરતો હતો. આરોપીનો પરિવાર પણ પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાન પણ ગયો હતો. વર્તમાન અરજદારે ભારતીય સીમકાર્ડ મેળવ્યું હતું. જેને પોતાની બહેન મારફતે પાકિસ્તાન મોકલ્યું હતું. જે પાકિસ્તાનમાં બેઠેલા આરોપીને મળ્યું હતું.ગુજરાતમાં જામનગરના એક વ્યક્તિના નામે સીમકાર્ડ લેવામાં આવેલ હતું. આરોપીએ આ સિમકાર્ડ એક સાહેદના મોબાઈલમાં નાખીને એક્ટિવેટ કર્યું હતું. તેમજ વોટ્‌સેપ એકાઉન્ટ બનાવવાનો ર્ં્‌ઁ પાકિસ્તાનમાં રહેલા આરોપીને મોકલ્યો હતો. જેના આધારે પાકિસ્તાનના આરોપીએ એક મોબાઈલમાં આ ભારતીય સીમકાર્ડ નાખી. ઓટીપી મારફતે વોટ્‌સેપ એકાઉન્ટ બનાવી. જમ્મુ કાશ્મીરમાં ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીને માલવેર ફાઈલ મોકલી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution