મબલખ ભંડોળ છતાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જાે નહીં અપાતા નીતિશકુમાર નારાજ?

તાજેતરમાં નીતિ આયોગની બેઠકમાં નીતિશકુમાર હાજર નહીં રહેતા રાજકીય વર્તુળોેમાં એવી ચર્ચાએ જાેર પકડ્યું છે કે કેન્દ્ર સરકારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જાે આપવાની માંગણીની અવગણના કરતાં તે આ રીતે જાેતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રની એનડીએ સરકારના મુખ્ય ઘટક નીતિશકુમાર તેમજ ચંદ્રાબાબુ નાયડુનો ટેકો સરકાર ટકાવી રાખવા માટે અનિવાર્ય હોવાથી ભાજપ મજબુર છે. નીતિશકુમારની બિહારને વિશેષ રાજ્યનો દરજ્જાે આપવાની માંગણીને કમ્પેન્સેટ કરવા માટે કેન્દ્ર દ્વારા ઉંચા ભંડોળની ફાળવણી કરાઈ છે. પરંતુ એવું જણાઈ રહ્યું છે કે નીતિશકુમાર હજી સંતુષ્ટ નથી.

નીતિ આયોગની બેઠકનો વિપક્ષના શાસન હેઠળના રાજ્યોના મુખ્યપ્રધાનોએ બહિષ્કાર કર્યો હતો એ સમજી શકાય છે. પરંતુ નીતિશકુમાર હાજર નહીં રહેવા પાછળનું કારણ સમજી શકાય તેમ નથી. તેમનું આ વલણ નારાજગીના સંકેતરૂપે રાજકીય નીરિક્ષકો નિહાળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતામાં વિવિધ નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરી હતી. વિપક્ષના તમામ મુખ્યમંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો નહતો. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેઓ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે, તેમણે હાજરી આપી હતી. પરંતુ તેમનું માઈક બંધ હોવાથી અને તેમને બોલવા માટે માત્ર પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હોવાથી તેઓ સભાની વચ્ચે જ બહાર નીકળી ગયાં હતાં. પરંતુ મીટિંગમાં સામેલ લોકોની નજર બિહારના સીએમ નીતિશ કુમારના વલણ પર હતી પરંતુ તેઓ મીટિંગમાં ભાગ લેવા આવ્યા નહતાં.

નીતિ આયોગ, કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પબ્લિક પોલિસી થિંક ટેન્ક છે જેના સભ્યો તરીકે વડાપ્રધાન અને તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય પ્રધાનો સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને બેઠકમાં હાજરી આપવા અને તેમની સરકારની મોટી ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રેઝન્ટેશન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

બેઠકનો બહિષ્કાર કરનાર વિપક્ષના મુખ્ય પ્રધાનોમાં તામિલનાડુના મુખ્યપ્રધાન એમ.ક.ે સ્ટાલિન, પુડુચેરીના મુખ્યપ્રધાન એન. રંગાસામી, કેરળના મુખ્યપ્રધાન અને ઝ્રઁૈં(સ્)ના નેતા પિનરાઈ વિજયન, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને કાૅંગ્રેસના ત્રણેય મુખ્યપ્રધાનો- કર્ણાટકના સિદ્ધારમૈયા, અને હિમાચલના મુખ્યપ્રધાનનો સમાવેશ થાય છે. હકીકતમાં, નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનું પહેલું પગલું ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને લીધું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા નહતા. તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ નાયબ મુખ્યપ્રધાનો સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહાએ બેઠકમાં કર્યું હતું. મહત્વની બેઠકમાં નીતીશની ગેરહાજરીનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ બજેટ દરખાસ્તોને મંજૂરી આપી હતી, ત્યારબાદ મુખ્યમંત્રીને લાગ્યું કે બેઠકમાં હાજરી આપવાની કોઈ જરૂર નથી. પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જાે ન મળવાને કારણે નીતીશ આ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. મોદી સરકાર મુખ્યત્વે જેડીયુ અને ટીડીપીના સમર્થનથી ચાલી રહી છે. ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ બેઠકમાં હાજરી આપી હતી અને તેમને ૨૦ મિનિટ બોલવાની તક પણ આપવામાં આવી હતી. બીજી તરફ, ત્નડ્ઢેં પ્રવક્તા કેસી ત્યાગી વિપક્ષના મુખ્યમંત્રીઓની ગેરહાજરી પર નિવેદન આપી રહ્યા છે પરંતુ નીતિશની ગેરહાજરી પર મૌન જાળવી રહ્યા છે. ત્યાગીએ શનિવારે કહ્યું, “આ એક સંસ્થા છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ભંડોળની ફાળવણીની સમસ્યાને હલ કરે છે. તે અધિકારોનું રક્ષણ કરે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠક છોડી દીધી છે. તેઓએ બહિષ્કાર કર્યો છે. તેમના રાજ્યના વિકાસ માટે શું મહત્વનું છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution