લખનઉ, વક્ફ બિલ પર દેશમાં રાજકીય નિવેદનબાજી ચાલુ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે દાવો કર્યો હતો કે, જાે ભાજપ વક્ફ બિલ લાવશે તો મોદી સરકાર પડી જશે. તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી બધાએ મળીને અલ્ટીમેટમ આપ્યું છે.લખનઉમાં પાર્ટીના કાર્યાલયમાં આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં મોદી સરકારે કહ્યું કે અમારી પાસે ૯૯ ટકા મિલકતોના દસ્તાવેજાે છે. બધી મિલકતો માન્ય છે. બિલમાં એવું લખેલું છે કે જાે કોઈ વ્યક્તિ પાંચ વર્ષ સુધી મુસ્લિમ રહે છે, તો જ તે મસ્જિદ કે મદરેસામાં દાન કરી શકે છે. દુનિયાનો કોઈ એવો કાયદો જણાવો જેમાં દાન આપવા માટે ધાર્મિક રીતરિવાજાેનું પાલન કરવું જરૂરી હોય. નાસ્તિક પણ દાન કરી શકે છે. જે કોઈ પણ ધર્મમાં માનતો નથી. શું તમે આવો કોઈ કાયદો બનાવ્યો છે? ભાજપ પર આરોપ લગાવતા આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, તે જ પાર્ટી (ભાજપ) છે, જેણે રામ મંદિર માટે દાનમાં છેતરપિંડી કરી હતી અને પાંચ મિનિટમાં ૧૮.૫ કરોડ રૂપિયામાં ૨ કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. જે લોકો ભગવાન શ્રી રામના નામે જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી શકે છે, જાે આજે વક્ફ બિલ પસાર થાય છે, તો કાલે મંદિરની જમીન પર કબજાે કરવાનું બિલ પસાર થશે. ત્યારબાદ ગુરુદ્વારા અને ચર્ચની જમીન પર કબજાે મેળવવા માટેનું બિલ પસાર કરવામાં આવશે.
બિલ વાંચો, પછી તર્ક આપો : વકફ બિલ મુદ્દે રિજિજુ વિપક્ષ પર ભડક્યા
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જાેઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જાેઈએ અને પછી તર્ક આપવો જાેઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અમે બિલ લાવવાની તમામ તૈયારી કરી લીધી છે. અમે તે ક્યારે લાવશું, તે તમને જણાવી દઈશું. અમે બિલના નામે તણાવ ઉભો કરનારા સંગઠનોની ઓળખ કરી છે. ઈદ પર પટ્ટી બાંધીને નમાજ અદા કરવાનું કહેનારા સંગઠનો ખોટું કરી રહ્યા છે. મસ્જિક, કબ્રસ્તાન અથવા મુસ્લિમની જમીન છીનવી લેવાની વાત કહી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે
. સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા, બિલ જાેયા પછી જ ર્નિણય : જેડીયૂ વકફ બિલ પર ચાલી રહેલા નિવેદનબાજી વચ્ચે, જેડીયુએ કહ્યું છે કે તેણે આ બિલ અંગે સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. અમારા સૂચનોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. જાેકે, બિલ હજુ સુધી પ્રસારિત થયું નથી અને જેડીયુ બિલ જાેયા પછી જ ર્નિણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ સરકારને કહ્યું છે કે નવો કાયદો પાછલી અસરથી લાગુ ન કરવો જાેઈએ. તેનો અર્થ એ કે હાલની જૂની મસ્જિદ, દરગાહ કે અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળ સાથે કોઈ છેડછાડ થવી જાેઈએ નહીં. વકફ કાયદામાં આ માટે સ્પષ્ટ જાેગવાઈ હોવી જાેઈએ. જેડીયુએ એમ પણ કહ્યું હતું કે, જમીન રાજ્યનો વિષય છે. તેથી, વકફ જમીન અંગેના કોઈપણ ર્નિણયમાં રાજ્યોનો સ્પષ્ટ અભિપ્રાય પણ લેવો જાેઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપીસી દ્વારા સૂચવવામાં આવેલા ૧૪ મહત્વપૂર્ણ સુધારાઓમાં આનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેપીસી દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓના આધારે, મંત્રીમંડળે સુધારેલા બિલને મંજૂરી આપી છે, જેમાં એક મહત્વપૂર્ણ સુધારો એ પણ છે કે તેનો અમલ પાછલી અસરથી કરવામાં આવશે નહીં.